Tue May 19 2026

Logo

યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ ડેટને લઈ ફરી ચર્ચામાં,બોક્સઓફિસ પર થશે ત્રણ-ત્રણ ફિલ્મોનો જંગ

2026-05-19 22:10:07
Author: Mumbai Samachar Team
Article Image

@KvnProductions Yash Toxic


મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર યશની અપકમિંગ ફિલ્મ 'ટોક્સિક'ની રીલિઝ ડેટને લઈને ફરીએક મોટી અપડેટ સામે આવી છે. આ ફિલ્મ પહેલા 19 માર્ચે રીલિઝ થવાની હતી પછી આ ફિલ્મની ડેટ પાછળ કરી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મની રીલિઝ ડેટને લઈને ફરી મોટી અપડેટ સામે આવી છે. બીજીવાર જ્યારે ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો એ સમયે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે વાવડ એવા છે કે, મેકર્સ આ ફિલ્મને 15મી ઓગસ્ટની આસપાસ રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે. 

એક સાથે ત્રણ-ત્રણ ફિલ્મ
હવે સ્વતંત્રતા દિવસ પર આ ફિલ્મ રીલિઝ થશે તો એની ટક્કર ફરી એકવાર મોટા બજેટની ફિલ્મ સાથે થવાની છે. આ ફિલ્મની સાથે સનીપાજીની ફિલ્મ 'લાહૌર 1947' રીલિઝ થઈ રહી છે. એનાથી થોડું લેટ કરશે તો 'આવારપન 2' સાથે ક્લેશ થશે. 'ટોક્સિક' ફિલ્મને વર્લ્ડવાઈડ રીલિઝ કરવા માટે મેકર્સ એક રણનીતિ બનાવી રહ્યા છે. હવે ફેન્સ એ વાતને લઈને એક્ઝાઈટેડ છે કે, ફિલ્મની ફિક્સ ડેટ સામે આવે. ફિલ્મ તૈયાર થઈ ગયા બાદ ત્રીજી વખત ફિલ્મની ડેટને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો બધુ યોગ્ય રહ્યું અને વ્યવસ્થિત રહ્યું તો એકસાથે ત્રણ મોટા બજેટની ફિલ્મ સિનેમાઘરમાં આવશે. 15 ઓગસ્ટની આસપાસ એક લાંબો વીકએન્ડ આવી રહ્યો છે. આની સીધી અસર 'ટોક્સિક' ફિલ્મને થાય એવું મેકર્સ માની રહ્યા છે. 

મેકર્સનું ગણિત બગડવાના એંધાણ
એક સાથે મોટા બજેટની ત્રણ ફિલ્મો સાથે આવતા દર્શકોને તો જલસો પડી જશે પણ મેકર્સનું ગણિત બગડે એવા અણસાર છે, કારણ કે સની દેઓલની ઈમેજ દેશભક્તિની ફિલ્મો તરીકે ખૂબ અસરકારક રહી છે. બીજી તરફ ઈમરાન હાશ્મીને ચાહનારો એક અલગ વર્ગ છે. ખાસ કરીને યુવાવર્ગમાં એના લૂક્સને લઈને અવારનવાર ચર્ચા થતી જોવા મળી છે. એવામાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારને પ્રાથમિકતા આપનારા કરતા સ્ટોરી લાઈને ચાહનારાઓની ભીડ રહેશે એવી સંભાવનાઓ વધારે છે. હજુ સુધી 'ટોક્સિક'ના મેકર્સે કોઈ પ્રકારની ડેટ જાહેર કરી નથી.યશનું એવું કહેવું છે કે, વેસ્ટર્ન રીલિઝ અને ઈન્ડિયન રીજીયન રીલિઝમાં ઘણું અંતર છે.યશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, આ પરથી સમજી શકાય છે કે, આપણને સિનેમા પ્રત્યે આટલી લાગણી કેમ થઈ? 'ટોક્સિક' આવી જ ફિલ્મ પૈકીની એક છે. આ ફિલ્મ દુનિયાભરના અનેક લોકો સુધી પહોંચવી જોઈએ.