હાલમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે હવાઈ યાત્રાઓ ખૂબ જ લાંબી અને કંટાળાજનક બની રહી છે. બે ડેસ્ટિનેશનના નિર્ધારિત ટાઈમ કરતાં ઓલમોસ્ટ ડબલ કે એનાથી વધારે ટાઈમ ફ્લાઈટ્સ લઈ રહી છે. એર ટ્રાવેલની ખાસિયત વિશે વાત કરીએ તો સામાન્ય પણે સેંકડો અને હજારો માઈલ્સના પ્રવાસને બને એટલા ઓછા સમયમાં કરવા માટે જાણીતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં કેટલાક એવા શોર્ટ એર રૂટ છે કે તમે ફ્લાઈટમાં બેસો શું અને ઉતરો શું? આ ફ્લાઈટ્સમાંથી કેટલી ફ્લાઈટ્સ તો એવી છે કે જે એક-બે મિનિટ કરતાં પણ ટૂંકી છે. ચાલો તમને આજે આ અનોખી ફ્લાઈટ્સ વિશે...
વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રેઃ
દુનિયાના સૌથી નાના ફ્લાઈટ રૂટમાં આની ગણતરી થાય છે. આ રૂટ સ્કોટલેન્ડના ઓરકેની ટાપુના વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આવેલો છે. બંને વચ્ચેનું અંતર 1.7 માઈલ છે. આ ફ્લાઈટ સામાન્યપણે બે મિનિટની હોય છે, પણ જો હવાની દિશા અનુકૂળ હોય તો 47 સેકન્ડમાં જ તમે એક જગ્યાએથી બીજી જહ્યાએ પહોંચી શકો છો.
કાયે કોકર અને કાયે ચેપલઃ
મધ્ય અમેરિકાના બેલિજેમાં આવેલા બે ટાપુ કાયે કોકર અને કાયે ચેપલ વચ્ચેનું અંતર 2.4 માઈલ છે. માયા આઈલેન્ડ એયરની ફ્લાઈટ આ બે ટાપુઓ વચ્ચે ઉડાન ભરે છે અને આ ફ્લાઈટ બે જ મિનિટની હોય છે.
કિતા દાઈતો-મિનામી દાઈતોઃ
ફિલિપાઈન્સના સમુદ્રમાં આવેલા કિતા દાઈતો અને મિનામી ટાપુ વચ્ચેનો ફ્લાઈટ રૂટ પણ દુનિયાના શોર્ટેસ્ટ ફ્લાઈટ રૂટમાંથી એક છે. આ બંને જગ્યા વચ્ચેનું અંતર સાત માઈલ છે અને વાત કરીએ ફ્લાઈટ ટાઈમની તો 15 મિનિટમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો.
હૂલેહુઆ-કાલાઉપાપાઃ
પ્રશાંત મહાસાગરમાં પેસેફિર વિંગ્સ એરપાલાઈન હૂલેહુઆ અને કાલાઉપાપા વચ્ચે ઉડ્ડયન ભરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે 8.8 માઈલના અંતરને કાપવા માટે આ ફ્લાઈટને 10 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે.
કોનેમારા-ઈનિશમાનઃ
આયર્લેન્ડના કોનેમારા અને ઈનિશમાન ટાપુ વચ્ચેનું અંતર 10.4 માઈલ છે. આ બંને ફ્લાઈટ્સ વચ્ચેનું અંતર કાપવા માટે એયર એરાનના વિમાનને છ જ મિનિટનો સમય લાગે છે.
સૈપાન-તિનિયાનઃ
પ્રશાંત મહાસાગરમાં સૈપાન અને તિનિયાન નામના બે ટાપુ પણ એરલાઈન સર્વિસ સાથે કનેક્ટેડ છે. આ બંને ટાપુ વચ્ચેનું અંતર 10.8 માઈલનું છે અને ફ્લાઈટમાં આ અંતર કાપવા માટે વધુમાં વધુ 10 મિનિટનો સમય લાગે છે.
તાહિતી ટાપુ-મૂરિયા ટાપુઃ
દક્ષિણ પ્રશાંત સાગરમાં તાહિતી ટાપુ અને મૂરિયા ટાપુ વચ્ચેનું અંતર 11 માઈલનું છે અને એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે તમને 15 મિનિટનો સમય લાગશે. જો તમે આ ટાપુઓ પર પ્રવાસ કરવા માંગો છો તો તમને એયર તાહિતાની ફ્લાઈટ લેવી પડશે.
કારપાથોસ-કાસોસ આઈલેન્ડઃ
ગ્રીસના કારપાથોસ ટાપુ અને કાસોસ આઈલેન્ડ વટચ્ચે ઓલમ્પિક એરલાઈન્સ દ્વારા સેવા આપવામાં આવે છે. બે ટાપુઓ વચ્ચેનું 12 માઈલનું આ અંતર કાપવા માટે પાંચ મિનિટનો સમય લાગે છે.
સેન્ટ ગેલન એલ્ટર્ન હાઈન-ફ્રીડરિશહાફેનઃ
સ્વિટર્ઝેલેન્ડના સેન્ડ ગેલન એલ્ટર્નહાઈનથી જર્મનીના ફ્રીડરિશહાફેન વચ્ચેનું 13 માઈલનું આ અંતર કાપવા માટે પણ તમારે ફ્લાઈટ લેવી પડે છે. આ ફ્લાઈટ સર્વિસ હાલમાં જ શરૂ કરવામાં આવી છે અને 20 મિનિટમાં આ ટ્રાવેલ પૂરું કરી શકાય છે.
કેયમન બ્રેક-લિટલ કેયમેનઃ
દુનિયાના સૌથી નાના ફ્લાઈટ રૂટમાં કેયમન બ્રેક-લિટલ કેયમનનો સમાવેશ પણ થાય છે. 14 માઈલનું આ અંતર કાપવા માટે કેયમન એરવેઝનું વિમાન 10 મિનિટનો સમય લે છે.
શા માટે લેવી પડે છે આટલી ટૂંકી ફ્લાઈટ?
તમને પ્રશ્ન થશે કે આટલા ટૂંકા અંતર માટે વિમાનની શું જરૂર? હકીકતમાં, આ ટાપુઓ વચ્ચે સમુદ્ર હોવાને કારણે રસ્તા માર્ગે જવું શક્ય નથી હોતું. બોટ કે ફેરીમાં ઘણો સમય જતો હોવાથી આ શોર્ટ ફ્લાઈટ્સ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે લાઈફલાઈન સમાન છે.
[2:53 pm, 6/3/2026] Mumbai Samachar Office No: બ્રેકિંગ