બોલીવૂડ એક્ટ્રેસ અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા પોતાની ફિટનેસની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ તેનું નામ લાંબા સમય સુધી અર્જુન કપૂર સાથે જોડાયેલું રહ્યું હતું. જોકે, હવે બંને અલગ થઈ ચૂક્યા છે અને અહેવાલો મુજબ મલાઈકા હાલમાં ડાયમંડ બિઝનેસમેન હર્ષ મહેતાને ડેટ કરી રહી છે. અર્જુન કપૂરની જેમ જ હર્ષ અને મલાઈકા વચ્ચે આશરે 19 વર્ષનો મોટો ઉંમરનો તફાવત હોવાનું કહેવાય છે.
આ સમાચાર અને રિપોર્ટ્સ સામે આવ્યા બાદ ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે મલાઈકા હંમેશા પોતાનાથી નાની ઉંમરના પાર્ટનર કેમ પસંદ કરે છે? આ જ મુદ્દે એક સીનિયર એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટે પોડકાસ્ટમાં મલાઈકાની લાઈફસ્ટાઈલ અને ડેટિંગ પ્રેફરન્સને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સમાજનો બેવડો દ્રષ્ટિકોણ અને પુરુષોની ઇનસિક્યોરિટી:
જર્નલિસ્ટના જણાવ્યા મુજબ, સમાજમાં જ્યારે 40 વર્ષનો પુરુષ પોતાનાથી અડધી ઉંમરની છોકરીને ડેટ કરે કે લગ્ન કરે ત્યારે કોઈ સવાલ ઉઠાવતું નથી. પરંતુ જ્યારે કોઈ મહિલા પોતાનાથી નાના પુરુષને પસંદ કરે ત્યારે લોકો આંગળીઓ ઉઠાવે છે. જે પુરુષો પોતાનાથી ખૂબ નાની ઉંમરની છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહે છે, તેઓ અંદરથી 'ઇનસિક્યોર' હોય છે.
મલાઈકા શા માટે નાની ઉંમરના છોકરાઓને પસંદ કરે છે?
ઈન્ડિપેન્ડન્સ અને સ્વતંત્રતા: મલાઈકા આજે આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર અને સફળ મહિલા છે. જો તે પોતાનાથી મોટી ઉંમરના પુરુષ સાથે રિલેશનશિપમાં જાય, તો ત્યાં બિનજરૂરી પાબંદીઓ અને સવાલ-જવાબ વધી જવાનો ડર રહે છે. એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે મલાઈકાની ઉંમરના મોટાભાગના પુરુષો પહેલાથી જ ૩૦ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ડેટ કરી રહ્યા હોય છે. તેથી મોટી ઉંમરના પુરુષ સાથે જવા માટે તેની પાસે કોઈ ખાસ કારણ બચતું નથી. મલાઈકાને કદાચ પોતાની વિચારસરણી કે પોતાની બરાબરી કરી શકે તેવો મોટી ઉંમરનો પુરુષ મળી રહ્યો નથી.
કેવા પુરુષો મલાઈકાને હેન્ડલ કરી શકે?
મલાઈકા એક અત્યંત બોલ્ડ, સફળ અને પોતાના દમ પર જીવનારી મહિલા છે. સામાન્ય પુરુષો આવી સક્સેસફુલ મહિલા સામે પોતાનો કોન્ફિડન્સ ગુમાવી દેતા હોય છે અને તેમનો 'ઈગો' વચ્ચે આવી જાય છે. મલાઈકા જેવી મજબૂત અને સ્વતંત્ર મહિલા સાથે માત્ર એવા જ પુરુષો રિલેશનશિપ નિભાવી શકે છે જેઓ માનસિક રીતે પરિપક્વ, મજબૂત અને લાઈફમાં સિક્યોર હોય.
વાત કરીએ મલાઈકાની પર્સનલ લાઈફની તો 'છૈયાં છૈયાં', 'મુન્ની બદનામ હુઈ' જેવા આઈકોનિક સોન્ગ્સ અને અનેક રિયાલિટી શોઝથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. 1998માં અરબાઝ ખાન સાથે મલાઈકાના લગ્ન થયા હતા અને 2017માં બંનેના ડિવોર્સ થયા હતા. તેમને અરહાન ખાન નામનો એક પુત્ર પણ છે.