Wed Jun 17 2026

Logo

દુનિયાભરમાં વોટસએપના 'ધાંધિયા': વેબ વર્ઝનમાં લોગ-ઇન અને સ્ટેટ્સની સમસ્યાથી યૂઝર્સ પરેશાન...

2026-02-27 15:16:00
Author: Kshitij Nayak
Article Image

નવી દિલ્હીઃ વોટસએપ વેબ વર્ઝનમાં ભારત સહિત દુનિયાભરના યૂઝર્સને લોગઈન લોગઆઉટની સમસ્યા નડી રહી હોવાની ફરિયાદ કરી હતી. વોટસએપ વેબ વર્ઝનમાં ભારતીય યૂઝર્સને સ્ટેટ્સ ચેક કરવાની મુશ્કેલી પડી રહી છે, જેમાં આજે સવારના નવ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ઓટોમેટિક લોગઆઉટની સમસ્યા નડી રહી હોવાનું જણાવ્યું હતું.

વોટસએપ મોબાઈલ એપ્લિકેશનમાં પણ અમુક પ્રકારની મુશ્કેલી પડી રહી છે, જ્યારે તેના વૈકલ્પિક વપરાશ માટે લોકો મેટાના ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. વેબસાઈટ અને સર્વિસીસ ટ્રેક કરનારી વેબસાઈટ ડાઉનડિટેક્ટરના અનુસાર 64 ટકા યૂઝર્સ વોટસએપ વેબમાં મુશ્કેલી પડી રહી છે. અમુક યૂઝર્સે કહ્યું હતું કે સવારના આઠ વાગ્યાથી સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ તેની સંખ્યા ઓછી છે.

વોટસએપની સમસ્યાને કારણે અમુક યૂઝર્સે સોશિયલ મીડિયાના અગ્રણી પ્લેટફોર્મ એક્સ, ઈન્સ્ટાગ્રામ, રેડિટ પર પણ વોટસએપ વેબની ફરિયાદ કરી હતી, જેમાં યૂઝર્સે લખ્યું હતું કે વોટ્સએપ વેબમાં લોગઈન કરવાની મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ અમુક આઈફોન યૂઝર્સે કહ્યું હતું કે વોટસએપ વેબમાં તેમના મેસેજ સિંક થઈ રહ્યા નથી. એના સિવાય અમુક યૂઝર્સે વોટ્સએપ વેબમાં સ્ટેટસ ચેક કરવાની મુશ્કેલી પડી રહી હોવાની ફરિચાદ કરી હતી.

આ સંબંધમાં અત્યાર લુધીમાં મેટા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, જ્યારે સત્તાવાર સ્ટેટમેન્ટ પણ જારી કરવામાં આવ્યું નથી. લગભગ અડધોથી પોણો કલાકના આઉટેજ પછી યૂઝર્સે વોટસએપ વેબનો ઉપયોગ કરી શક્યા હતા, પરંતુ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે વોટસએપ સર્વિસમાં આ અગાઉ અનેક વખત મુશ્કેલી હતી, જેમાં અમેરિકા, યુરોપ સહિત દક્ષિણ એશિયાના યૂઝર્સ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શક્યા નહોતા. એના સિવાય આ વર્ષે વોટસએપ સર્વિસમાં કોઈ મોટા આઉટેજની સમસ્યા ઊભી થઈ નથી, એવો દાવો કરવામાં આવ્યો હતો.