Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં ચોમાસું પાકમાં સૌથી વધારે વાવેતર શાનું થયું?

2026-07-08 13:51:00
Author: Mayur Patel
ગુજરાતમાં ચોમાસું પાકમાં સૌથી વધારે વાવેતર શાનું થયું?

ગાંધીનગરઃ ગુજરાતમાં ખરીફ વાવેતર 2026ના આંકડા સામે આવ્યા છે. જે મુજબ રાજ્યમાં કપાસનું સૌથી વધુ વાવેતર થયું છે. જે બાદ બીજા ક્રમે મગફળીનું વાવેતર થયું છે. રાજ્યમાં ચોમાસું પાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 39.1 ટકા કપાસનું વાવેતર થયું છે. 9,31,926 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં બીજા ક્રમે મગફળીનું વાવેતર થયું છે. 6,28,888 હેક્ટરમાં આ તેલીબિયાનું અત્યાર સુધીમાં વાવેતર થયું છે. રાજ્યમાં મગફળીનું 32.83 ટકા વાવેતર થયું છે. બાજરાનું 4.76 ટકા, જુવારનું 3.22 ટકા, તુવેરનું 5.5 ટકા, મગનું 0.96 ટકા, મઠનું 0.14 ટકા, અડદનું 1 ટકા તથા અન્ય કઠોળનું 0.32 ટકા વાવેતર થયું છે.

તેલીબિયાનું કેટલું થયું વાવેતર

તેલીબિયાના વાવેતરની વાત કરવામાં આવે તો મગફળીનું 32.83 ટકા વાવેતર થયું છે. જ્યારે તલનું 1.82 ટકા, એરંડાનું 0.15 ટકા, સોયાબીનનું 12.51 ટકા વાવેતર થયું છે. 

આ સિવાય રાજ્યમાં તમાકુનું 0.03 ટકા, ગુવારનું 1.1 ટકા, શાકભાજીનું 21.59 ટકા તથા ઘાસચારાનું 28.38 ટકા વાવેતર થયું છે.