Thu May 28 2026

Logo

પશ્ચિમ બંગાળમાં બકરી ઈદ પર 107 વર્ષનો ઇતિહાસ બદલાયો, રેડ રોડ પર  નમાઝ ના થઈ

2026-05-28 20:25:49
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપના શાસનમાં બકરી ઈદ પર 107 વર્ષનો ઇતિહાસ બદલાયો છે. જેમાં રાજ્ય  બકરી ઇદ શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવી હતી. પરંતુ સીએમ સુવેન્દુ અધિકારીના કડક આદેશના પગલે રેડ  રોડ કે શેરીઓમાં નમાઝ અદા કરવામાં નહોતી આવી. રેડ રોડ અને કોલકાતાનો મુખ્ય માર્ગ છે. જે આજે પરિવહન માટે સંપૂર્ણ રીતે ખુલ્લો હતો. 

ભાજપ સત્તામાં આવ્યા બાદ  ઘણા ફેરફારો જોવા મળ્યા

રાજ્ય સરકારે કોલકાતાના રેડ રોડ સહિત શેરીઓમાં નમાઝ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પહેલાથી જ જાહેર કરી દીધો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ  ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કેન્દ્ર સરકારની યોજનાઓ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. તેમજ મમતા  સરકારની ઘણી બિનજરૂરી યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. બકરી ઈદ પર ગૌવંશ બલિદાન પર નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ સરકારે બકરી ઈદ  પર રસ્તાઓ પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેની અસર આજે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

રેડ રોડને બદલે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરવામાં આવી

આ પૂર્વે કોલકાતાના રેડ રોડ પર 107  વર્ષથી ઈદની નમાઝ અદા કરવામાં આવે છે. રેડ રોડ વર્ષમાં બે વાર નમાજ માટે બંધ રહેતો હતો. મમતા બેનર્જી પોતે રેડ રોડ પરથી ઈદની શુભેચ્છા પાઠવતા હતા. રેડ રોડ પહેલા નમાઝ શહીદ મિનાર ગ્રાઉન્ડ પર થતી હતી. 1919 માં શહીદ મિનાર ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ ગયું હતું. પૂરને કારણે, રેડ રોડ પર નમાઝ અદા કરવામાં આવતી હતી અને આજ સુધી ચાલુ છે. બકરી ઇદ પર રેડ રોડને બદલે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરવામાં આવી હતી.