Wed May 06 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પાછળ વોટ શેર સહિત આ ફેક્ટર મહત્વના

2026-05-05 22:15:01
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર અને ભાજપની જીત પાછળ અનેક પરિબળો મહત્વના સાબિત થયા છે. જોકે, ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપની જીત પાછળ વધેલો વોટ શેર  મહત્વનું પરિબળ છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે ભાજપના વોટ શેરમાં 7.8  ટકાનો વધારો થયો છે. 

ભાજપનો વોટ શેર 7.8 ટકા વધીને 45.84 ટકા થયો

આ ચૂંટણીમાં  ભાજપનો વોટ શેર 7.8  ટકા વધીને 45.84 ટકા થયો છે. જે વર્ષ 2021 માં લગભગ 38 ટકા હતો.  તેમજ ભાજપની બેઠક 77 થી વધીને 207 થઇ છે.  જ્યારે બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસનો વોટ શેર 48.02 ટકાથી ઘટીને આશરે 40.8 ટકા થયો છે. જેના પગલે બેઠકોની સંખ્યા ઘટીને 80 થઇ છે. 

85 થી 95 ટકા મતદાન ધરાવતા મતવિસ્તારોમાં ભાજપે 172 બેઠકો જીતી

આ ઉપરાંત 85 થી 95 ટકા મતદાન ધરાવતા મતવિસ્તારોમાં ભાજપે 172  બેઠકો જીતી હતી. જ્યારે ટીએમસી માત્ર 45  બેઠકો  જીતી હતી. તેમજ  95  ટકાથી વધુ મતદાન ધરાવતા વિસ્તારોમાં  ટીએમસીએ 37  બેઠકો જીતી હતી અને ભાજપે 28  બેઠકો જીતી હતી. આ વખતે રાજ્યમાં સરેરાશ 92.47  ટકા મતદાન નોંધાયું હતું. 

મુસ્લિમ વસ્તી ધરાવતી 12 બેઠકો પણ જીતી 

જ્યારે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે પાર્ટીએ 40 ટકા થી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી 12 બેઠકો પણ જીતી છે. જેમાંથી ચારમાં 50 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી હતી. આ આંકડા દર્શાવે છે કે આ જનાદેશ ફક્ત એકતરફી નથી પરંતુ સામાજિક અને રાજકીય બંને સ્તરે નોંધપાત્ર પરિવર્તનનું પરિણામ છે.

ઘુમતી મતોના વિભાજનએ મુખ્ય ભૂમિકા ભજવી 

જયારે વિશ્લેષકોના મતે  હિન્દુ મતોના ધ્રુવીકરણ અને લઘુમતી મતોના વિભાજનએ મુખ્ય ભૂમિકા ભજવી છે.ભાજપે 85-95 ટકા  મતદાન વાળા મતવિસ્તારોમાં નોંધપાત્ર લીડ મેળવી છે. આ પરિણામને રાજ્યમાં મોટા રાજકીય પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત  મુસ્લિમ મતનો એક હિસ્સો ટીએમસીથી દૂર અન્ય પ્રાદેશિક પક્ષો તરફ વળ્યો હતો જેનાથી ભાજપને પરોક્ષ ફાયદો થયો છે.