Tue Aug 25 2026

Logo

પશ્ચિમ બંગાળમાં મમતાની મુશ્કેલીઓ વધી, રાજયમાં સીબીઆઇને તપાસની મંજૂરી

2026-06-08 17:27:28
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં મમતાની મુશ્કેલીઓ વધી, રાજયમાં સીબીઆઇને તપાસની મંજૂરી

ANI


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના બાદ સતત મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં હવે સીએમ સુવેન્દુ અધિકારીએ  રાજ્યના સીબીઆઇ તપાસ માટેની મંજૂરી આપી દીધી છે. જેના લીધે સીબીઆઇ હવે રાજયના જૂના કૌભાંડોની તપાસ કરી શકશે. 

ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ 

આ અંગે  ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ સીબીઆઇને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946 હેઠળ, રાજ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSU) ના કર્મચારીઓને સંડોવતા કેસોની તપાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના અધિકારીઓની સીધી તપાસ નહિ કરી શકે

જોકે, આ જાહેરનામામાં બંગાળ સરકારે સીબીઆઈને તમામ કેસોની તપાસ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા નથ આપી. જેમાં સીબીઆઇ માત્ર  કેન્દ્ર સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય ઉપક્રમો અને તેમને લગતા કેસોની તપાસ કરી શકશે. જ્યારે સીબીઆઈ હજુ પણ પૂર્વ પરવાનગી વિના રાજ્ય સરકારના અધિકારીઓની સીધી તપાસ નહિ કરી શકે.

મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન અટકેલી તપાસ શરૂ કરાશે 

જોકે, રાજયના સરકારના નિર્ણયના પગલે મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન અટકેલી અથવા બાકી રહેલી ફાઇલો ફરીથી ખોલવા અને સંડોવાયેલા અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.