Sat Sep 05 2026

Logo

ઝડપથી વજન ઘટાડવા માંગો છો? ઉનાળાના દિવસોમાં ડાયેટમાં સામેલ કરો આ બે સુપરફ્રૂટ્સ, જાણી લેશો તો...

2026-04-14 21:45:40
Author: Darshana Visaria
ઝડપથી વજન ઘટાડવા માંગો છો? ઉનાળાના દિવસોમાં ડાયેટમાં સામેલ કરો આ બે સુપરફ્રૂટ્સ, જાણી લેશો તો...

આજકાલ દરેક વ્યક્તિ તત વધતાં જતા વજનની સમસ્યાથી પીડાય છે અને વજન ઘટાડવા માટે ઉનાળાની ઋતુ સૌથી વધારે પરફેક્ટ હોય છે એવું હેલ્થ એક્સપર્ટ્સ કહે છે. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વજન ઘટાડવા અને પેટની ચરબી ઓગળવા માટે તરબૂચ અને સકર ટેટી બંને શ્રેષ્ઠ ફળો છે, પરંતુ આ બંનેમાં કયું વધુ અસરકારક છે તે અંગે રસપ્રદ વિગતો સામે આવી છે. જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. 

હેલ્થ એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ઉનાળાની ઋતુમાં બોડીને હાઇડ્રેટેડ રાખવાની સાથે-સાથે વજન ઉતારવામાં સકર ટેટી અને તરબૂચ બંને ફળો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. બંનેમાં કેલરી ઓછી છે અને ફાઈબરનું પ્રમાણ વધારે છે. ચાલો આજે આ સ્ટોરીમાં જાણીએ કે વજન ઘટાડવું હોય તો બંનેમાંથી કયું ફ્રુટ ખાવું વધારે ફાયદાકારક છે... 

તરબૂચ: 

તરબૂચમાં 92% જેટલું પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તે ખૂબ જ ઓછી કેલરી ધરાવે છે અને લાયકોપીનથી ભરપૂર છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો તમને વધુ પાણીયુક્ત અને મીઠાશવાળું ફળ ગમતું હોય તો તરબૂચ ઉત્તમ છે.

સકર ટેટીઃ 

સકર ટેટી અત્યારે ઉનાળામાં મળતું અને મોટાભાગને લોકોને ગમતું ફળ છે. સકર ટેટીમાં તરબૂચ કરતા વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને ભૂખ લાગવા દેતું નથી. સકર ટેટીમાં વિટામિન સી અને એ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે.

વાત કરીએ વજન ઘટાડવા માટે વોટર મેલન અર્થાત્ જ તરબૂચ કે સકર ટેટીમાંથી કયું ફ્રુટ બેસ્ટ છે એની વો વજન ઘટાડવા માટે બંને ફળો પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. જો તમારે ભૂખ પર નિયંત્રણ રાખવું હોય તો ટેટી વધુ સારી છે, જ્યારે શરીરને હાઇડ્રેટ રાખીને કેલરી બર્ન કરવી હોય તો તરબૂચ ઉત્તમ છે. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો હં ને, જેથી તેમના જનરલ નોલેજમાં વધારો થાય. આ સિવાય આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...