હાલમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ 2026 (IPL 2026)ના તામજામ વચ્ચે આરસીબીના સ્ટાર ખેલાડી અને કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલી બિઝી શેડ્યુલ વચ્ચે ફરી એક વખત જાણીતા અધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા છે. આ સમયે તેની સાથે બોલીવૂડ એક્ટ્રેસ અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. વિરુષ્કાની આ વૃંદાવન મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે...
કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલી અવાનવાર મહત્ત્વની મેચ પહેલાં કે મેચ પછી પહેલાં આધ્યાત્મિક મુલાકાતો લેતા હોય છે. આ વખતે પણ આઈપીએલના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેઓ પત્ની અનુષ્કા સાથે ભક્તિમાં લીન થઈ ગયા હતા. આ ક્યુટ-પાવરફૂલ કપલની વૃંદાવન મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
વાત કરીએ વિરુષ્કાની આ વૃંદાવન મુલાકાતની ખાસ વાતની તો વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં પ્રેમાનંદ મહારાજની સામે બેઠેલા જોવા મળે છે. બંને જણ ખૂબ જ ધ્યાનથી પ્રેમાનંદજ મહારાજની વાતો સાંભળી રહ્યા છે અને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે.
Virat Kohli with his wife Anushka Sharma in Vrindavan for blessings from Premanand Ji Maharaj. pic.twitter.com/Ig69FchxH5
— Maina Singh (@Maina_Singhx77) April 20, 2026
જોકે, આ વિરુષ્કાની આ આધ્યાત્મિક મુલાકાત દરમિયાન તેમની પુત્રી વામિકા પણ સાથે હોવાનું જણાય છે, જેની નિર્દોષ હરકતોએ ફેન્સના દિલ જીતી લીધા છે. વિરાટની આ સાદગી અને આધ્યાત્મિકતા પ્રત્યેનો તેમનો ઝુકાવ જોઈને ફેન્સ તેને 'કિંગ કોહલી'ની સાથે એક 'સંસ્કારી વ્યક્તિત્વ' તરીકે પણ બિરદાવી રહ્યા છે. તમે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
હાલમાં આઈપીએલમાં વિરાટ કોહલી આરસીબી તરફથી રમી રહ્યો છે અને તે એકદમ શાનદાર પરફોર્મ કહી રહ્યો છે. જોકે, આ પહેલી વખત નથી કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ રીતે વૃંદાવન પહોંચ્યા હોય. આ પહેલાં પણ અનેક વખત બંને જણ પ્રેમાનંદજી મહારાજને મળી ચૂક્યા છે અને તેના વીડિયો અને ફોટો પણ વાઈરલ થતાં હોય છે.