Sun May 24 2026

Logo

તમે તમારી જિંદગીથી નાખુશ હોવ તો આ વીડિયો તમારી આંખો ખોલી નાખશે, 6 કરોડથી વધુ લોકોએ જોયો...

2026-03-24 20:44:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે એમાંથી કેટલાક વીડિયો જોઈને આપણા મગજની નસો ખેંચાઈ જાય તો કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને આપણને મોજ પડી જાય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં જીવનમાં મળેલાં સેકન્ડ ચાન્સ વિશે વાત કરે છે. 45 સેકન્ડના વીડિયો પર નેટિઝન્સની જાત જાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં જે નેટિઝન્સના દિલને સ્પર્શી રહ્યો છે... 

સોશિયલ મીડિયા પર અત્યારે એક ૪૫ સેકન્ડનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેણે લાખો નેટિઝન્સનો લાઈફને જોવાનો પોઈન્ટ ઓફ વ્યુ ચેન્જ કરી દીધો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @itsadamitka નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક યુવાન જે રીતે જીવનના 'બીજા મોકા' (Second Chance) વિશે વાત કરે છે, તે ખરેખર હૃદયસ્પર્શી છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક વ્યક્તિ દર્શકોને આંખો બંધ કરીને કલ્પના કરવાનું કહે છે કે તેઓ આજથી 10 વર્ષ આગળ જતા રહ્યા છે. તેમની જિંદગી નિરાશાજનક છે, તેઓ એવી નોકરીમાં ફસાયેલા છે જે તેમને ગમતી નથી અને તેઓ બિલકુલ ખુશ નથી. 

આગળ વીડિયોમાં એ વ્યક્તિ કહે છે કે હવે કલ્પના કરો કે તમે ભગવાનને પ્રાર્થના કરો છો કે કાશ મને 10 વર્ષ પાછળ જવાનો મોકો મળે જેથી હું બધું ઠીક કરી શકું. અને જેવી તમે આંખો ખોલો છો, તમે આજે જે સ્થિતિમાં છો ત્યાં પાછા આવી ગયા છો. એટલે કે ભગવાન એ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમને એ બીજો મોકો આપ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

સોશિયલ મીડિયા પર આ 45 સેકન્ડના વીડિયોએ ઈન્ટરનેટ પર સુનામી લાવી દીધી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6.4 કરોડથી વધુ વ્યુ આવી ચૂક્યા છે અને 41 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. હજારો લોકો આ વીડિયોને પોતાના જીવનનો સૌથી પાવરફૂલ 'વેક-અપ કોલ' ગણાવી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ, તેં ખરેખર અહેસાસ કરાવી દીધો કે મારી પાસે ગુમાવવા માટે હવે સમય નથી. બીજા યુઝરે મજાકમાં કહ્યું હતું કે હું મારી ખરાબ લાઈફની કલ્પના જ કેમ કરું ભાઈ? જ્યારે ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ વીડિયોએ સાબિત કરી દીધું કે આપણે જે ક્ષણમાં જીવી રહ્યા છીએ તે જ આપણો સૌથી મોટો મોકો છે.

વધુ જુઓ...