(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદ્યાવિહાર ફ્લાયઓવર અને મહાત્મા ગાંધી માર્ગ જંકશન વચ્ચે રોડ પહોળો કરવાના કામમાં અડચણ ઉભી કરતા ૨૮ બાંધકામો દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા વિદ્યાવિહાર (પૂર્વ-પશ્ર્ચિમ) ફ્લાયઓવર અને મહાત્મા ગાંધી માર્ગ જંકશનની પૂર્વ બાજુએ રોડ પહોળો કરવાના કામમાં અડચણ ઉભી કરતા ૨૮ બાંધકામોને શુક્રવાર, ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના દૂર કરવામાં આવ્યા હતા.
વિદ્યાવિહાર (પૂર્વ-પશ્ર્ચિમ) ફ્લાયઓવર (રાજાવાડી રોડ નંબર - સાત ) અને મહાત્મા ગાંધી માર્ગ જંકશનની પૂર્વ બાજુએ રોડ પહોળો કરવાના કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ રસ્તાનું પહોળો કરવાના કામમાં બાંધકામો અવરોધરૂપ બની રહ્યા હતા. તેથી શુક્રવારે ૨૮ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જ્યાર બાકીના ૧૯ બાંધકામો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું.