Mon May 18 2026

Logo

કેરલમમાં કોંગ્રેસ યુગની શરૂઆત: વી.ડી. સતીસને મુખ્ય પ્રધાન તરીકે લીધા શપથ, પરંતુ સરકાર ચલાવવી મોટો પડકાર

2026-05-18 10:52:00
Author: Vimal Prajapati
Article Image

તિરુવનંતપુરમ: કેરલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ છે ચાર મે ના રોજ જાહેર થયાં હતાં. પરંતુ હજી સુધી ત્યાં કોણ મુખ્ય પ્રધાન બનશે તે નક્કી નહોતું. પરંતુ હવે કેરલમને નવા મુખ્ય પ્રધાન મળી ગયાં છે. કેરળની નવી ચૂંટાયેલી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયો. આ દરમિયાન કોંગ્રેસ નેતા વી.ડી. સતીસને તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે કેરળના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. 

તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયો કાર્યક્રમ

આ શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા છે. વી.ડી. સતીસનને મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. કોંગ્રેસ નેતા વી.ડી. સતીસનને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને આજે સવારે 10:00 વાગ્યે તેમણે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે કેરળના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે, સમગ્ર 20 સભ્યોના મંત્રીમંડળે પણ એકસાથે શપથ ગ્રહણ કર્યા હતા. કેરલમમાં આ એક દુર્લભ પ્રસંગ છે - લગભગ છ દાયકામાં પહેલી વાર - જ્યાં મુખ્ય પ્રધાને સમગ્ર મંત્રી પરિષદ સાથે શપથ ગ્રહણ કર્યા છે.

ડી. સતીસન કેરલમના મુખ્ય પ્રધાન તો બની ગયાં છે, પરંતુ તેમનો કાર્યકાળ ખૂબ જ સંઘર્ષમય રહેવાનો છે તેવું નિષ્ણાતો કહી રહ્યાં છે. સતીસનને એક એવા મંત્રીમંડળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે જેમાં તેમની બંને બાજુ બેઠેલા સાથીદારો - વેણુગોપાલના મંત્રીઓ અને ચેન્નીથલા પોતે - તેમજ તેમની સામે બેઠેલા મુસ્લિમ લીગ, રાજકીય કદ ધરાવે છે જે તેમના કરતા કોઈ પણ રીતે ઉતરતું નથી. તો આવી સ્થિતિમાં સરકાર ચલાવવી ખતરાથી ખાલી નથી. 

 મુખ્ય પ્રધાનનું પદ સતીસન માટે પડકારરૂપ બનશે?

સતીસનનો પડકાર ફક્ત સરકાર ચલાવવામાં જ નહીં, પરંતુ આ બધા પ્રચંડ શક્તિ કેન્દ્રો વચ્ચે સંકલન વધારવામાં છે. જ્યારે ગૃહ પ્રધાન ચેન્નીથલા પોતાની મનમાની કરવાના છે. એટલું જ નહીં પરંતુ વેણુગોપાલના વફાદાર મંત્રીઓ દરેક નિર્ણય પહેલાં દિલ્હી ફોન કરશ અને પછી કોઈ નિર્ણય લેશે. જ્યારે મુસ્લિમ લીગ તેમના સંબંધિત વિભાગોમાં સંપૂર્ણ સ્વાયત્તતાની માંગ કરશે, ત્યારે સતીસનને સાચી રાજનીતિ દર્શાવવી પડશે, જે કોઈ મોટા પડકાર સમાન બની રહેશે.