Sat Sep 12 2026

Logo

વૃંદાવનમાં કેશી ઘાટ પર બોટ પલટી; 10 લોકોના મોત, કોઈએ પણ લાઈફ સેફ્ટી જેટેક નહોતું પહેર્યું

2026-04-11 10:52:00
Author: Vimal Prajapati
વૃંદાવનમાં કેશી ઘાટ પર બોટ પલટી; 10 લોકોના મોત, કોઈએ પણ લાઈફ સેફ્ટી જેટેક નહોતું પહેર્યું

મથુરા/ઉત્તર પ્રદેશઃ વૃંદાવનમાં ગઈકાલે યમુનામાં પ્રવાસીયોને લઈ જઈ રહેલી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાં હતાં. આ સાથે 22 લોકો ઘાયલ થયાં હતા. હજી પણ પાંચ લોકો લાપતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે જે 10 લોકોના મોત થયાં છે તેમાંથી 9 પંજાબ અને એક હરિયાણાથી વૃંદાવન આવ્યાં હોવાનું જાણવા મળ્યં છે. પંજાબથી 132 યાત્રીઓને લઈને બે ખાનગી બસો વૃંદાવન આવી હતી. આમાંથી કેટલાક યાત્રીઓ બોટમાં બેસની બોટિંગ કરવા માટે ગયાં હતા, જ્યા તેમને કાળ નડ્યો અને 10 લોકોના મોત થઈ ગયા!

યમુના નદીમાં કેશી ઘાટ પર સર્જાઈ આ દુર્ઘટના

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 25થી 30 લોકોનું એક ગ્રુપ યમુના નદીમાં કેશી ઘાટ પર બોટિંગ કરવા માટે ગયું હતું. આ દરમિયાન બોટ તરતા પોન્ટૂન ડ્રમ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત થયાની સાથે જ બોટ પલટી ગઈ અને લોકો ડુબવા લાગ્યાં હતાં. આ દુર્ઘટનાએ અનેક પરિવારોને વેરણ કરી નાખ્યાં છે. આમાં દંપતી, એક માતા અને દીકરો સહિત 10 લોકો મોતને ભેટ્યાં છે. 

આ લોકોએ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો

મૃતકોની વાત કરવામાં આવે તો, પંજાબના જગરાંવની કવિતા રાની અને તેમનો દીરકો મધૂર બહલ (કવિતાના પતિ વિજય બચી ગયા), જગરાંવના ચરણજીત અને તેમની પત્ની પિંકી, લુધિયાણાના દુગરીના રાકેશ ગુલાટી અને તેમની પત્ની અંજુ, મોગાની સપના હંસ, જગરાંવ ના ઈશાન કટારિયા, હિસારની આશા રાણી અને લુધિયાણાની મીનૂ બંસલની ઓળખ થઈ છે. 


કોઈએ પણ લાઈફ સેફ્ટી જેટેક નહોતું પહેર્યું

ચોંકાવની વાત એ છે કે, આ બોટ પલટી તેમાં બેઠેકા એક વ્યક્તિએ લાઈફ સેફ્ટી જેટેક પહેર્યું નહોતું. જે એક મોટી બેદરકારી છે. આ લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ રીતે જોઈએ શકાય છે કે, દરેક વ્યક્તિ લાઈફ સેફ્ટી જેટેક વિના જ દેખાઈ રહ્યાં છે. આખરે આવી બેદરકારી શા માટે રાખવામાં આવી? શું તંત્ર દ્વારા આના પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું? લાઈફ સેફ્ટી જેટેક વિના જે પણ બોટ યાત્રીઓને બોટિંગ કરાવે છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હવે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.