Fri Sep 11 2026

Logo

ઈરાકમાં અમેરિકાની ગાઈડલાઈન્સ, US નાગરિકો ઝડપથી દેશ છોડી દે

Baghdad City   2026-04-02 17:25:40
Author: Mumbai Samachar Team
ઈરાકમાં અમેરિકાની ગાઈડલાઈન્સ, US નાગરિકો ઝડપથી દેશ છોડી દે

બગદાદઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં અમેરિકા કંઈક મોટું કરવાના મૂડમાં છે. લડાઈ હજુ લાંબા સમય સુધી ચાલી તો હવે દુનિયાના દરેક દેશને માઠી અસર પહોંચશે. અમેરિકાએ બગદાદમાં રહેતા અમેરિકાના નાગરિકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. અમેરિકાએ અમેરિકાના નાગરિકોને ઈરાક છોડી દેવાના આદેશ આપ્યા છે. આ સાથે એવી ચેતવણી પણ આપી છે કે, 24થી 48 કલાકમાં રાજધાનીમાં કોઈ મોટો હુમલો થઈ શકે છે. અમેરિકાએ એવી પણ ચેતવણી આપી છે કે, ઈરાનના સમર્થક હથિયાર સાથે આગામી બે દિવસમાં હુમલો કરી શકે છે. 

ઈરાકના ખભે હથિયાર મૂક્યા યુએસએ
પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં હવે ઈરાકને ઢસડવામાં આવી રહ્યું છે. ઈરાકમાં ઈરાન સમર્થક હથિયારબંધ ગ્રૂપ હૂમલો લોકરી શકે છે. બગદાદ સિટીમાં સેન્ટરમાં આવેલા વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ આવેલું છે, જ્યાં વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે અમેરિકાએ બગદાદમાં રહેલા પોતાના નાગરિકોને ઝડપથી દેશ છોડી દેવા માટેના આદેશ આપ્યા છે. ઈરાકમાં હુમલાઓ ઈરાનની તુલનામાં ઓછા થઈ રહ્યા છે. શક્તિશાળી ઈરાન સમર્થક ગ્રૂપ કતાઈબ હિજ્બુલ્લાએ 19 માર્ચે હુમલા રોકી દેવા માટેની જાહેરાત કરી હતી. બુધવારે સમય મર્યાદા પૂરી થતા હવે કોઈ જોહેરાત સામે આવી નથી. 

રોકાણ કરતા ડરે છે રોકાણકારો
ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ટ્રમ્પનું નિવેદન અમેરિકાની નવી રણનીતિના સંકેત આપે છે. એકબાજુ કોઈ ડીલ નહીંની વાત ટ્રમ્પે કરી છે બીજીબાજુ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના આ દરિયાઈ માર્ગેથી કોઈ ક્રૂડ ઓઈલની જરૂર નથી એ વાત સામે આવ્યા બાદ અમેરિકાના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા હતા. ટ્રમ્પે એવું ભાર દઈને કહ્યું કે, ભવિષ્યમાં હર્મુઝ જળમાર્ગની કોઈ જરૂરિયાત ઊભી થશે નહીં. મિડલ ઈસ્ટમાં યુદ્ધને લઈને સ્થિતિ હવે એટલી ગંભીર થઈ છે કે, ક્રૂડ ઓઈલ અને ગેસને લઈને હવે સ્થિતિ કટોકટી બાજું આગળ ધપી રહી છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલી અનિશ્ચિતતાથી ક્રૂડ ઓઈલના ભાવને સીધી અસર પહોંચી છે. આ યુદ્ધે વૈશ્વિક રોકાણકારોને પણ હચમચાવી દીધા છે.