Wed Jun 17 2026

Logo

ઈરાન પર જમીની હુમલો કરતા કેમ ડરે છે અમેરિકા? કુદરતી કિલ્લેબંધી સામે 'સુપરપાવર' પણ લાચાર...

tehran   2026-03-06 21:10:56
Author: Viral Rathore
Article Image

તહેરાનઃ અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો. અમેરિકા ઈરાન સામે સ્પેશ્યલ મિલિટરી કેમ્પેઈન શરૂ કર્યું છે. ઈઝરાયલ સાથે મળીને અમેરિકાએ બેહરિન પર હુમલો કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ઈરાનની સત્તામાં પરિવર્તન ઈચ્છે છે. ઈરાની નેતા એમની પસંદગીના હોવા જોઈએ. આવું માત્ર એર સ્ટ્રાઈક થાય તો જ શક્ય છે. અમેરિકાના મિડલ ઈસ્ટના અધિકારીએ કરેલા વિશ્લેષણના આધારે મહત્ત્વની વાત જાણવા મળી છે અન્યથા ઈરાનમાં સત્તા પરિવર્તન હાલના સંજોગોને ધ્યાને લેતા અસંભવ છે. 

ઈરાન સામે જમીની લડાઈથી ભયભીત US
અમેરિકા ઈરાન સામે જમીની યુદ્ધ કરવાથી બચી રહ્યું છે. ઈરાનમાં જયારે પણ બુટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પરના યુદ્ધની વાત આવે છે ત્યારે ભલભલા રણનીતિકારના પેટમાં તેલ રેડાય આ પાછળનું કારણ ઈરાનની ભૌગોલિક સ્થિતિ, પહાડી વિસ્તાર, ખાડી, લાંબી સૈન્ય સપ્લાઈ લાઈન અને યુદ્ધ ક્ષમતા છે. પૂર્વ અમેરિકન મરીન દિગ્ગજ લુકાસ ગેજે સોશિયલ મીડિયા પર એલર્ટ આપતા લખ્યું હતું કે, ઈરાન જમીન પર અમેરિકી સેના ઊતારી દેવાથી યુદ્ધ જીતી નહીં શકાય, કારણ કે, આ સૈન્ય જીવીત પાછું નહીં જાય. જીવીત પાછું લાવવું પણ મુશ્કેલ છે, અશક્ય છે. આ દેશ પ્રાકૃતિક રીતે એક કિલ્લા સમાન છે, જ્યાંથી અંદર જવાનો દરેક રસ્તો મોતની ઘાટીની વચ્ચેથી પસાર થયા છે. 

સમજવા જેવી ભૌગોલિક સ્થિતિ
ઈરાનના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં ફેલાયેલી ઝાગ્રોસ પર્વતમાળા વિશ્વના સૌથી મુશ્કેલ ભૂપ્રદેશોમાંથી એક છે. 4,000 મીટરથી વધુ ઊંચા શિખરો ઈરાકી સરહદ પર દિવાલ જેવા ઊભા છે. જો અમેરિકી સેના ઇરાકની બાજુથી ઈરાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો તેમને આ સાંકડી ખીણોમાંથી પસાર થવું પડશે. અહીં બચીને રહેવું કઠિન એટલા માટે છે કે, ખાડી કે પહાડની બખોલમાંથી ફાયરિંગ થઈ શકે છે. ગમે તેવા મોટા સૈન્ય પર આવા છુપા રસ્તેથી હુમલો કરી શકાય છે. 

ઉત્તરમાં, અલ્બોર્ઝ પર્વતો તહેરાનનું રક્ષણ કરે છે, જે કોઈ પણ બાહ્ય દળો સામે અભેદ્ય ઢાલ તરીકે કાર્ય કરે છે. જો એરસ્ટ્રાઈક થાય તો ઈરાનનો ખાતમો થાય, બાકી જમીન પરની જંગમાં અમેરિકા હાંફી જાય એમ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એકાએક ઈરાનની સરકારને ઉખાડી ફેંકવી અમેરિકા માટે પણ અશક્ય છે. એરસ્ટ્રાઈક અમેરિકા કરી શકે એમ નથી. હવે જમીન પરના જંગમાં જો અમેરિકા હારે તો વૈશ્વિક ફલક પર છબિ ખરડાય એમ છે.