Sat Aug 29 2026

Logo

હોર્મુઝ મુદ્દે ઈરાનની શરત, અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીત પણ અટકી

Tehran   2026-04-25 19:11:29
Author: Mumbai Samachar Team
હોર્મુઝ મુદ્દે ઈરાનની શરત, અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીત પણ અટકી

AI Generated Images


તેહરાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે પણ બન્ને દેશ વાતચીત કરવા માટે એક ટેબલ પર એકઠા થયા નથી.અમેરિકાનું એક ડેલિગેશન હાલ અમેરિકામાં છે. બીજીબાજુ ઈરાન તરફથી પણ એક ડેલિગેશન આવ્યું છે. પણ પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાનનું ડેલિગેશન અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીત કરવા માટે તૈયાર નથી. આ માટે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સામે એક શરત મૂકી છે. 

ઈરાને શરત મૂકી દીધી
ઈરાનના ડેલિગેશને સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીત ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી અમેરિકા પોતાનું નેવલ બ્લાકેટ હોર્મુઝ સ્ટ્રેટમાંથી હટાવી ન લે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીના નેતૃત્વમાં ઈરાની પ્રતિનિધિ મંડળે પાકિસ્તાનની ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખ આસીમ મુનિર સાથે મુલાકાત કરી હતી. આસીમ મુનીરે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમેરિકા એવું ઈચ્છે છે કે, ઈરાન પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણ રીતે બંધ કરી દે. પણ ઈરાન આ માટે તૈયાર નથી. પહેલા તબક્કાની વાતચીત દરમિયાન પણ પેચ ફસાઈ ગયો હતો. હોર્મુઝના મુદ્દે પણ સહમતી બની ન હતી.

બીજા તબક્કાની વાતચીત 
હવે ઈરાનનું એવું કહેવું છે કે, બીજા તબક્કાની વાતચીત ત્યારે જ થશે જ્યારે હોર્મુઝમાંથી અમેરિકી નેવીના સૈનિકો દૂર ખસી જશે. ઈરાનના ડેલિગેશન સાથે પાકિસ્તાનના એ ડિલગેશન સાથે વાતચીત કરી જે ઈરાનમાં વાતચીત હેતું પહોચ્યું હતું. તેમાં ડીજી આઈએસઆઈ લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક, ડીજીએમઓ કાશિફ અબ્દુલ્લા, ગૃહમંત્રી મોહસીન નકવી અને અસીમ મુનીરના અંગત સચિવ મેજર જનરલ સૈયદ જવાદ તારિકનો સમાવેશ થતો હતો. ઈરાની પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી ઉપરાંત નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબબાદી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈ અને પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદ્દામનો સમાવેશ થાય છે. 

પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતને લઈને પાકિસ્તાને મઘ્યસ્થી કરી હતી. આ વિષયને લઈને વિદેશમંત્રી ઈશાક ડારે અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા એશિયાના અનેક દેશની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં ખલેલ પહોંચતા મુદ્દો હવે બે દેશની શરતો વચ્ચે અટક્યો છે.