વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગુજરાતીઓ, ભારતીયો સહિત અનેક દેશોના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડનું સપનું જોતા લોકોને મોટો ઝટકો આપ્યો હતો, જે અંતર્ગત ગ્રીન કાર્ડ મેળવવા માટે વિદેશી નાગરિકોએ પહેલા અમેરિકા છોડવું પડશે તેમ જણાવાયું હતું. જોકે આ દરમિયાન અમેરિકન સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે સ્પષ્ટતા કરી કે, નીતિમાં કોઈ મોટો બદલાવ કર્યો નથી અને મોટાભાગના અરજીકર્તાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે.
શું હતો વિવાદ
વિવાદની શરૂઆત યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ (USCIS) દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી થઈ હતી. જે મુજબ ગ્રીન કાર્ડ માટે વિદેશી નાગરિકોએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે. પહેલાં લોકો અમેરિકામાં કામચલાઉ વીઝા પર મેળવીને ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી રોકાઈ શકતા હતા, પરંતુ હવે નહીં શક્ય બને. ગ્રીન કાર્ડ માટે અરજી કરતા લોકોએ અમેરિકા છોડીને તેમના દેશમાં પરત ફરવું પડશે અને ત્યાંથી જ ઈમિગ્રેન્ટ વીઝા માટે અરજી કરવી પડશે. જે બાદ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ સ્પષ્ટતા કરી કે ગ્રીન કાર્ડ પ્રક્રિયાને લઈ કોઈ મોટું પરિવર્તન થયું નથી. વિભાગ અનુસાર, ઈમિગ્રેશન અધિકારીઓ પાસેથી દરેક મામલાને અલગ અલગ આધારે મૂલ્યાંકર કરવા અને અરજી પ્રક્રિયાને અમેરિકાની અંદર પૂરી કરવાની મંજૂર આપવામાં કે વિદેશથી તેવો અધિકાર હોય છે. તાજેતરના દિશા નિર્દેશ માત્ર અધિકારીઓને તેમની વર્તમાન શક્તિઓ યાદ અપાવવા માટે જાહેર કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રીન કાર્ડ માટે અરજી કરતા મોટાભાગના લોકો પર આની અસર નહીં થાય. સમીક્ષા દરમિયાન અમેરિકામાં જ રહેવાની મંજૂરી મળતી રહેષે. મોટી સંખ્યામાં અરજીકર્તાએ દેશ છોડવાની જરૂરિયાત નહીં પડે. જોકે અધિકારીઓ મુજબ કેટલીક ખાસ પરિસ્થિતિઓ, જેમ કે વીઝા મર્યાદાથી વધારે સમય રોકાવું કે અન્ય કાયદાકીય ઉલ્લંઘન જેવા મામલામાં આવો નિર્ણય લેવામાં આવી શકે છે.
જોકે સરકાર દ્વારા કઈ પરિસ્થિતિમાં કયા વ્યક્તિને ગ્રાન કાર્ડ પ્રક્રિયા દરમિયાન અમેરિકા છોડવાનું કહેવામાં આવી શકે છે તે અંગે વિસ્તારથી જણાવાયું નથી. તેથી ઈમિગ્રેશન એક્સપર્ટ હજુ પણ વધારે સ્પષ્ટ દિશા નિર્દેશોની માંગ કરી રહ્યા છે. વ્હાઉટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ આ સમગ્ર મામલો તંત્રની નિયમિત પ્રક્રિયા ગણાવી છે. સૂત્રો મુજબ અમેરિકાની ઈમિગ્રેશન નીતિમાં કોઈ મોટા બદલાવના સંકેત નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનો સંદેશ સ્પષ્ટ છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા મોટાભાગના ઇમિગ્રન્ટ્સને અરજી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળતી રહેશે. જો કે, કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓ દ્વારા અલગ નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ આ કોઈ નવો કે સાર્વત્રિક નિયમ નહીં હોય.
ગુજરાતીઓ - ભારતીયો
આ નિર્ણયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ- ભારતીયોને મોટી રાહત મળશે. પહેલાં એવો ડર હતો કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકોએ મંજૂરી ન મળે ત્યાં સુધી અમેરિકા છોડીને પોતાના દેશ પાછા જવું પડી શકે છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મોટાભાગના લોકોએ એવું કરવું નહીં પડે. આનો અર્થ એ છે કે ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોતી વખતે પોતાની નોકરી કરી શકશે, બાળકોનો અભ્યાસ ચાલુ રાખી શકશે અને પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહી શકશે. ગ્રીન કાર્ડ મેળવવાની વર્ષોથી રાહ જોતાં ભારતીયો માટે આ રાહતના સમાચાર છે.