લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાન સભામાં આજે પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ યોગીના સંબોધન સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો. ત્યારે સીએમ યોગીએ વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આમાં કોઇ સાધુ સંત દોષી નથી તેમજ વિપક્ષનું આચરણ સનાતન વિરોધી છે.
રામ મંદિર દાન ચોરીની તપાસ માટે એસઆઈટીની રચના
સીએમ યોગીએ ગૃહની બહાર જણાવ્યું કે, રામ મંદિર દાન ચોરીની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમજ કેમેરા ફૂટેજમાં ઓળખાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટે એસઆઇટી પુનર્ગઠન કરવાનું સૂચન કર્યું છે.
સંતો અને 1,100 કર્મચારીઓ સામે આરોપો
તેમજ એસઆઈટીની તપાસમાં કોઇ સાધુ સંત દોષી નથી મળ્યા. ત્યારે
આશ્ચર્યજનક છે કે સંતો અને 1,100 કર્મચારીઓ સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ આરોપો એસપી અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જેમણે રામ જન્મભૂમિ અને ભગવાન રામનું સતત અપમાન કરે છે.
મુખ્યમંત્રી યોગીએ વિરોધને શરમજનક ગણાવ્યો
આ ઉપરાંત વિધાનસભામાં હંગામા અંગે ટિપ્પણી કરતા મુખ્યમંત્રી યોગીએ વિરોધને શરમજનક ગણાવ્યો હતો.તેમજ કહ્યું કે પૂરક બજેટનો એજન્ડા પહેલાથી જ નક્કી થઈ ગયો હતો. વિરોધી પક્ષોએ બજેટમાં જ કોઈ રસ દાખવ્યો નહીં. તેના બદલે તેઓ અન્ય મુદ્દાઓ પર વિવાદ ઉભો કરી રહ્યો છે.