Thu Jun 18 2026

Logo

ઈરાન સામે યુએસ સાથે જોડાશે આ આરબ દેશ; હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા લશ્કરી કાર્યવાહીની તૈયારી

Abu Dhabi   2026-04-01 09:44:00
Author: Savan Zalariya
Article Image

અબુધાબી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ વધુ ભીષણ બનવાના સંકેતો મળી રહ્યા છે. યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધુ એક દેશ જોડાઈ શકે છે. અહેવાલ મુજબ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સંઘર્ષમાં યુએસ સાથે જોડાવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટને સૈન્ય કાર્યવાહી ફરીથી ખોલવામાં મદદ માટે UAEએ યુએસ અને અન્ય સાથી દેશોની મદદ કરવાની તૈયારી બતાવી છે. 

UAE આ સંઘર્ષમાં સીધી રીતે જોડનારો પહેલો પર્સિયન ગલ્ફ દેશ બની શકે છે. મંગળવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઇરાન સામેના સંઘર્ષમાં યુએસના સાથી દેશો યુએસના    યુદ્ધ પ્રયાસોને ટેકો નથી આપી રહ્યા. ટ્રમ્પે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાની જવાબદારી માત્ર યુએસ નથી, તેમણે અરબ દેશોના વાડાઓને કહ્યું,"જાઓ તમારું પેટ્રોલિયમ જાતે છોડવાઓ."

UNSCનાં ઠરાવ માટે દબાણ:
યુએસના એક પ્રમુખ અખબારે UAEના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે UAE હવે ઈરાન સામે આવી કાર્યવાહીને મંજૂરી આપવા માટે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સીલ(UNSC) ના ઠરાવ માટે દબાણ કરી રહ્યું છે. 

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે UAEના રાજદ્વારીઓએ અમેરિકા અને યુરોપ અને એશિયામાં લશ્કરી શક્તિઓને એકસાથે આવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ગઠબંધન બનાવવા અપીલ કરી છે. UAEનું માનવું છે કે એશિયા અને યુરોપના દેશો, હાલમાં ખચકાટ અનુભવી રહ્યા છે, જો UNSC આ કાર્યવાહીને મંજૂરી આપે તો તેઓ હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાના પ્રયાસોમાં આ દેશો ભાગ લઈ શકે છે.

ઈરાનનું સમર્થન કરી રહેલા રશિયા અને ચીન આવા કોઈ પણ ઠરાવને રોકી શકે છે. જો આ ઠરાવ પસાર ન થાય તો UAE યુએસને લશ્કરી પ્રયાસને ટેકો આપવા માટે તૈયાર છે.