ભોપાલઃ એક્ટ્રેસ-મોડલ ટ્વિશા શર્માના મૃત્યુએ દરેકને ચોંકાવી દીધા છે. તા.12 મેના રોજ ટ્વિશા પોતાના સાસુના ઘરમાં મૃત અવસ્થામાં મળી હતી. આ કેસમાં પોલીસે દરેક મુદ્દાને ઝિણવટથી તપાસીને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક્ટ્રેસના માતા-પિતાએ એના પતિ સમર્થસિંહ અને સાસુ ગીરીબાલાસિંહ પર માનસિક ત્રાસ અને અત્યાચારના આરોપ મૂક્યા છે. 'મિસ પુણે'નો ખિતાબ જીતી ચૂકેલી ટ્વિશાએ લગ્ન પછી કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરવા માટે ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો.
ખાસ ટીમની રચના કરવામાં આવી
પોલીસે હવે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, પરંતુ તેનો પતિ ફરાર હોવાનું જાણવા મળે છે.આ દરમિયાન, ત્વિષા શર્માની છેલ્લી ફિલ્મ હાલમાં OTT પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મમાં દીક્ષિત શેટ્ટી સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ હત્યાઓની સીરિઝ આસપાસ જે સ્ટોરી આગળ વધતી જોવા મળે છે એ છેક સુધી બેસાડી રાખે છે. હકીકત એ પણ છે કે, ટ્વિશા શર્માનું ફિલ્મી કેરિયર લાંબા સમય સુધી ચાલ્યું નથી. પણ જે એક્ટિંગ પ્રોજેક્ટ કર્યા એ દમદાર છે. વર્ષ 2021માં આવેલી ફિલ્મ કોમેડી થ્રિલર 'મુગ્ગુરૂ મોનાગલ્લુ' એમની અંતિમ ફિલ્મ હતી જે તમિલ ભાષાની હતી. જેમાં દીક્ષિત શેટ્ટી, શ્રીનિવાસન રેડ્ડી અને વેન્નેલા રામારાવ લીડ રોલમાં હતા.
'ઝરા સંભલકે' ફિલ્મથી કરી શરૂઆત
'ઝરા સંભલકે' નામની ફિલ્મથી તેમણે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી, જોકે આ ફિલ્મ કોઈ પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ પર નથી. તમિલ ફિલ્મમાં છેલ્લે જોવા મળ્યા બાદ ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું. એ પછી રેસ્ટોરાં સેક્ટરમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરી રહી હતી.
મિસ્ટ્રી ઉકેલવાનું પોલીસ માટે મુશ્કેલ
ટ્વિશાના મૃત્યુની મિસ્ટ્રી ઉકેલવા માટે હવે પોલીસ કોઈ ફિલ્મ પ્લોટને ટક્કર મારે એ રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. હકીકત એ છે કે, આ કોઈ ફિલ્મી પ્લોટ છે પણ નહીં. અનેક પ્રશ્નોના જવાબ હજુ પોલીસને મળ્યા નથી એવામાં બન્નેના પરિવારજનો હવે આશંકાના દાયકામાં છે. સામસામે આરોપીબાજી વચ્ચે હવે પોલીસને હકીકતની કડી શોધવાનું મુશ્કેલ છે.