Wed Sep 16 2026

Logo

ટ્વિશા શર્માના કેસમાં સીબીઆઇએ આખરે સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરી

2026-05-28 18:24:08
Author: Chandrakant Kanoja
ટ્વિશા શર્માના કેસમાં સીબીઆઇએ આખરે સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરી

ભોપાલ : ભોપાલમાં જાણીતી અભિનેત્રી ટ્વિશા શર્માના કેસમાં સીબીઆઇએ આખરે  પૂર્વ જજ અને સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરી છે. આ પૂર્વે સીબીઆઇ તેમના નિવાસે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં ટ્વિશા શર્માના સાસુ ગિરિબાલા સિંહના જામીન રદ કર્યા હતા. 

ટ્વિશાના પરિવારના સભ્યોએ જામીન રદ કરવા અરજી કરી હતી 

ટ્વિશા શર્માના  મૃત્યુ બાદ  સાસુ ગિરિબાલા સિંહને 15 મેના રોજ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. ત્યારબાદ ટ્વિશાના પરિવારના સભ્યોએ જબલપુર હાઇકોર્ટમાં આ જામીન રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. બુધવારે મોડી રાત્રે 1:00 વાગ્યે  ગિરિબાલા સિંહના જામીન રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, સીબીઆઈ અધિકારીઓ ટ્વિશાના સાસરિયાઓના ઘરે પહોંચ્યા અને ગિરિબાલા સિંહને નોટિસ પાઠવી હતી. 

બુધવારે સાંજે  ટ્વિશા શર્મા  કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું

આ ઉપરાંત સીબીઆઇએ બુધવારે સાંજે  ટ્વિશા શર્મા  કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું  હતું. જેમાં  સીબીઆઈ અધિકારીઓએ તે ઘાબાની મુલાકાત લીધી જ્યાં ટ્વિશા શર્માએ  ​​કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમજ  ટ્વિશા શર્માના પતિ સમર્થ અને ગિરિબાલાની ગિરિબાલાના નિવાસસ્થાને રૂબરૂ પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂર્વે સમર્થ પહેલેથી જ પોલીસ કસ્ટડીમાં છે. તેમજ  ભવિષ્યમાં પણ બંનેની એકસાથે પૂછપરછ કરવાની તૈયારી ચાલી રહી છે.