વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને લઈને એક એવો સંકેત આપ્યો છે કે, આ યુદ્ધ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે, ઊર્જા સંકટમાંથી બેઠા થતા હવે લાંબો સમય લાગી શકે છે.નિષ્ણાંતોનું એવું માનવું છે કે, યુદ્ધ ઝડપથી ખતમ થઈ જશે. આગામી બે અઠવાડિયામાં હુમલાઓ બંધ થાય એવા પૂરે એંધાણ છે. હવે યુદ્ધ પૂર્ણ થઈ જાય તો પણ દુનિયાની આર્થિક વ્યવસ્થા ફરી વેગવંતી થાય એ માટે ઘણો સમય લાગી શકે છે.
બે અઠવાડિયા મહત્ત્વના
ટ્રમ્પે હવે એવા સંકેત આપ્યા છે કે, હોર્મુઝ ખોલવા માટે કેટલીક સમજુતી પર યુદ્ધ ખતમ થઈ શકે છે. હવે આશંકા એ વધી ગઈ છે કે, યુદ્ધ ખતમ થયા બાદ ગેસની સપ્લાયમાં કેટલીક અડચણો છે એ યથાવત રહી શકે છે. વૈશ્વિક સ્તરે થઈ રહેલી મોટી ઉથલપાથલને ધ્યાને લેતા નિષ્ણાંતો કહે છે કે, હજુ પણ કેટલાક જહજ સમુદ્રમાં ફસાયેલા છે.આ જહાજને ક્લિયરન્સ મળતા સમય લાગશે. કમ સે કમ અઠવાડિયાનો સમય લાગી શકે છે પણ સમસ્યાનો હજુ કોઈ નીવેડો આવ્યો નથી. ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં હજુ 6થી 8 અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, પહેલાથી જ જે ઓર્ડર અપાયા છે એ તમામ ગેસ કે ક્રૂડને જહાજ સુધી લોડ કરવા પડશે.
ટર્મિનલ કે રિફાઈનરી બેઠી થતા સમય લાગશે
સપ્લાય ચેઈન સામાન્ય થતા સમય લાગશે એ પાછળનું કારણ એ છે કે, ગેસ અને ક્રૂડના આંતરમાળખાને યુદ્ધમાં જે નુકસાન થયું છે એના રીપેરિંગમાં સમય લાગી શકે છે. જે તેલના ટર્મિનલ છે ત્યાંથી જહાજ સુધીની કોઈ ક્નેક્વિટી તૈયાર થતા વખત થશે. નાની રિફાઈનરીમાં એટલી અસર નહીં થાય જેટલી મોટી કંપનીઓને શરૂ થતા સમય લગાશે. આ પછી સમુદ્રમાં સેટ કરેલા વોટર માઈન્સને દૂર કરવામાં પણ સમય જશે. આ સૌથી સંવેદનશીલ અને અઘરૂ કામ છે. યુદ્ધના કારણે જે તે શહેર પર હુમલા થયા છે અને કાળમાળ એક વિધ્ન બની રહ્યા છે એ તમામ કચરો એક દિવસમાં કે 24 કલાકમાં દૂર થઈ શકે એમ નથી. બીજી તરફ ખાડીના દેશમાં ગેસ અને ક્રૂડ તૈયાર છે છતાં શિપિંગ કોસ્ટ વધી ચૂકી છે. એવામાં જોખમ એ ઊભું થશે કે, ઓર્ડરના ભાવતાલ કરતા બીજા ઓર્ડર મળવામાં મુશ્કેલી થશે.
શિપિંગ કોસ્ટે બજેટ બગાડી દીધુ
શિપિંગ કોસ્ટની વાત કરવામાં આવે તો આનું ભાડુ 4 લાખ કરોડ ડૉલર સુધી પહોંચ્યું છે. કેટલાક કેસમાં આ રકમ 7.7 લાખ ડૉલર સુધી પહોંચી છે. આ સિવાય પોર્ટ ચાર્જ અને અન્ય ખર્ચને જોડીએ તો ક્રૂડની ટોટલ કોસ્ટ વધી જાય છે. એવામાં જો હવે શિપિંગ રેટ સામાન્ય થશે તો એ સમય વધારે જશે. હવેની સ્થિતિ એ તો યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહેશે તો હાલાત વધારે ખરાબ થઈ જશે. ક્રૂડ-ગેસની કિંમત સામાન્ય થતા સમય લાગશે પણ બીજા ઓર્ડર પ્રોસેસ થશે કે નહીં એ નક્કી નથી. અમેરિકાના રિપોર્ટ અનુસાર જો 13 અઠવાડિયા સુધી સપ્લાય બંધ રહે છે તો એ સામાન્ય થતા બીજા આઠથી દસ અઠવાડિયા થશે.
વૈશ્વિક સપ્લાયને માઠી અસર
ઊર્જાના સંક્ટ વચ્ચે જહાજ જે તે દેશ સુધી પહોંચશે તો આર્થિક રીતે બેઠા થવામાં કે રેવન્યૂ રીકવરીમાં 4 મહિના જેટલો સમય લાગી શકે છે. આ માહોલ વચ્ચે હવે હુથીઓનો હુમલો થયો અને રાતા સમુદ્રમાં કોઈ વિધ્ન ઊભું થયું તો બાબ અલ મંદેબ જળમાર્ગને સીધી અસર થશે. વૈશ્વિક સપ્લાયને અહીંયાથી મોટો ફટકો પડી શકે છે. 28 મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ભેગા થઈ ઈરાન પર હુમલો કર્યો એ સમયે ખરો તણાવ ઊભો થયો. આ હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝ ક્રીક બંધ કરી દીધી, જેની સીધી અસર 72 કલાક પછી ભારતને થઈ.
ભારતમાં સ્થિતિ ગંભીર નથી
ક્રૂડ ઓઈલના ભાવ રાતોરાત વધી ગયા અને 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા. શ્રીલંકાથી લઈને અમેરિકા સુધી, યુરોપથી લઈને મિડલ ઈસ્ટ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો વધારો થયો. ભારતમાં જે રીતે યુદ્ધની અસર થઈ એને આંશિક અસર માનવામાં આવે છે. ભારતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરતા અને સપ્લાયના બીજા રૂટ વિશે તાત્કાલિક નિર્ણય લેતા મુદ્દો એટલો ગંભીર ન બન્યો જેટલો શ્રીલંકા-બાંગ્લાદેશમાં બની રહ્યો. કમર્શિયલ ગેસની કિંમતમાં વધારો થયો પછી સપ્લાય પર કાપ મૂકાયો અને પછી ધીમે ધીમે સ્થિતિને થાળે પાડવાના પ્રયાસ શરૂ થયા.