Tue Jul 28 2026

Logo

ટ્રેનનું ‘હિડન સિક્રેટ’: આ સીટ પરથી દેખાય છે સ્વર્ગ જેવો નજારો, પણ તેનું રિઝર્વેશન કેમ નથી થતું? જાણો શું છે આખી સ્ટોરી...

2026-04-09 17:10:03
Author: Darshana Visaria
Article Image

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દરેક વ્યક્તિ પોતાની મનપસંદ સીટ ઈચ્છતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક એવી 'સીક્રેટ સીટ'નો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની કોઈ ટિકિટ મળતી નથી અને ન તો તેનું રિઝર્વેશન કરાવી શકાય છે. લોકો આ સીટને ટ્રેનની સૌથી 'અન્ડરરેટેડ' સીટ ગણાવી રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ સીટ અને ક્યાં આવેલી હોય છે આ સિક્રેટ સીટ... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ એસી કોચના દરવાજા પાસે આવેલી એક નાની સીટ પર સૂઈને બહારના સુંદર નજારાનો આનંદ લેતો જોવા મળે છે. લોકો આ સીટને 'સીક્રેટ' અને 'બેસ્ટ' માની રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે અને એના વિશે આપણે આજે આ સ્ટોરીમાં વાત કરીશું.  

વાત કરીએ આ આ સીટનું શું રહસ્ય છે એની તો આ કોઈ મુસાફરો માટેની સત્તાવાર સીટ નથી, પણ એસી કોચમાં દરવાજા પાસે આવેલી એક નાની ફોલ્ડિંગ સીટ છે. ટ્રેનમાં જોવા મળતી આ સીટ સામાન્ય રીતે ટ્રેન એટેન્ડન્ટ્સ માટે રાખવામાં આવે છે, જેઓ મુસાફરોને ચાદર, ઓશીકા અને ધાબળા જેવી સુવિધાઓ પૂરી પાડે છે. આ સીટનું કોઈ બુકિંગ કે રિઝર્વેશન થઈ શકતું નથી.

પર્યટકોને આ સીટ કેમ લાગે છે આકર્ષક એની વાત કરીએ તો વાઈરલ વીડિયોમાં ચાલતી ટ્રેને દરવાજા પાસેની આ સીટ પરથી બહારનો ખુલ્લો અને સુંદર નજારો દેખાય છે, જે લોકોને અત્યંત રોમાંચક લાગે છે. દિવસે મુસાફરી કરતી વખતે અહીંથી કુદરતી સૌંદર્ય માણવું એક અલગ જ અનુભવ આપે છે. 

વાત કરીએ આ સીટની ખાસિયત વિશે તો  જેટલી આકર્ષક દેખાય છે તેટલી જ અગવડભરી પણ હોઈ શકે છે. આ સીટ ટોયલેટની સાવ નજીક હોય છે, જેના કારણે ત્યાં સતત દુર્ગંધ અને લોકોની અવરજવર રહે છે. દરવાજા પાસે હોવાને કારણે જરા પણ બેદરકારી અકસ્માત નોતરી શકે છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તહેવારો દરમિયાન એટેન્ડન્ટ્સ પૈસા લઈને મુસાફરોને આ સીટ પર બેસવા દેતા હોય છે.