Sun Apr 12 2026

Logo

આજનું રાશિફળ (10-03-26): અઠવાડિયાના બીજા દિવસે ચાર રાશિઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા, મળશે સફળતા અને ભાગ્યનો સાથ...

2026-03-10 00:16:00
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે સપ્તાહની શરૂઆત ઉર્જાવાન રહેશે. નોકરીમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે, જે તમારી આવડત સાબિત કરવામાં મદદરૂપ થશે. વેપારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સાનુકૂળ છે, પરંતુ ભાગીદારો સાથે સ્પષ્ટતા રાખવી જરૂરી છે. કૌટુંબિક જીવનમાં સુમેળ રહેશે અને જીવનસાથી સાથે કોઈ મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ વધુ પડતા ઉત્સાહમાં ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. લાંબા સમયથી અટકી પડેલાં સરકારી કામોમાં ગતિ આવશે. માતા-પિતાના આશિર્વાદ લઈને ઘરથી બહાર નીકળો. 

 

વૃષભ: 

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે થોડો વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારા ખર્ચમાં અચાનક વધારો થતાં તમારું બજેટ ખોરવાઈ શકે છે, તેથી બિનજરૂરી ખરીદી ટાળવી. નોકરીમાં સહકર્મીઓ સાથેના વાદ-વિવાદથી દૂર રહેવું અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ થવાની સંભાવના છે, જે વાતચીત દ્વારા ઉકેલી શકાશે. સાંજના સમયે મિત્રો સાથે હળવાશની પળો વિતાવશો.

 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને જૂના રોકાણમાંથી સારો નફો મળવાના યોગ છે. સંતાનોના અભ્યાસ કે કરિયરને લઈને જે ચિંતા હતી તેનો અંત આવશે. કાર્યક્ષેત્રમાં તમારી બૌદ્ધિક ક્ષમતાના વખાણ થશે અને નવી જવાબદારી મળી શકે છે. મિત્રો સાથે મળીને કોઈ નવા વ્યવસાયનું આયોજન કરી શકો છો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે માનસિક રીતે શાંતિ અનુભવશો. પ્રવાસના યોગ બની રહ્યા છે જે સુખદ અને ફાયદાકારક રહેશે.

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેતા માનસિક થાક અનુભવાશે. પ્રોપર્ટી કે વાહનને લગતા કામોમાં અડચણ આવી શકે છે, તેથી ધીરજ રાખવી. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમની સલાહ કામ લાગશે. વેપારીઓએ ઉધાર આપતા પહેલા વિચારવું જોઈએ. લવ લાઈફમાં સુધારો થશે અને લગ્નના પ્રસ્તાવો મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને છાતી કે શરદીને લગતી તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે.

 

સિંહ: 

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરનારો રહેવાનો છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળી રહી છે. જો ભાઈ-બહેનો સાથે કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હશે તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે. ઘર-પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે. ટૂંકા અંતરની મુસાફરી તમારા માટે ફળદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને તમે કોઈ સેવાકાર્યમાં જોડાઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો સાચા સાબિત થશે.

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. નાણાંકીય લેવડ-દેવડમાં આજે વિશેષ સાવધાની રાખવી અને અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને દોડધામ થઈ શકે છે. વ્યાપારમાં હરીફાઈનો સામનો કરવો પડશે, પરંતુ તમારી કુશળતાથી તમે આગળ નીકળી શકશો. ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા થઈ શકે છે. સંતાનો તરફથી સાધારણ અસંતોષ રહી શકે છે. વિવાહિત જીવનમાં પરસ્પર તાલમેલ જાળવીને આગળ વધવું તમારા માટે હિતાવહ રહેશે. 

 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહેવાનો છે. આજે ચંદ્ર તમારી રાશિમાં હોવાથી તમે માનસિક રીતે મજબૂત અનુભવશો. કરિયરમાં કોઈ મોટો ફેરફાર અથવા નવી ઓફર મળી શકે છે જે ભવિષ્ય સુધારશે. સમાજમાં તમારી છબી વધુ નિખરશે અને લોકો તમારી સલાહ લેશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા આવશે અને તમે સાથે સમય વિતાવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખોની કાળજી લેવી. નવા વસ્ત્રો કે આભૂષણોની ખરીદી થવાના યોગ બની રહ્યા છે. 

 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવી પડશે. માનસિક ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યા સતાવી શકે છે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. કાયદાકીય બાબતોમાં અટવાયેલા લોકોએ આજે રાહ જોવી પડી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. વિદેશથી જોડાયેલા વેપારમાં લાભ મળી શકે છે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે જે તમને માનસિક શાંતિ આપશે. શત્રુઓથી સાવધ રહેવું, તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. યોગ અને ધ્યાનનો સહારો લેવો હિતાવહ છે.

 

ધન: 

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ આજે પૂરા થવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને આર્થિક લાભ થશે. મિત્રો અને મોટા ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે, ખાસ કરીને શેરબજારમાં લાભની શક્યતા છે. સામાજિક વર્તુળ વધશે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. વિવાહ યોગ્ય જાતકો માટે માંગા આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અને એને કારણે મહેમાનોની અવરજનર રહેશે. 

 

મકર: 

આજનો દિવસ મકર રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે કામના સ્થળ પર સફળતા અપાવનારો રહેશે. તમારા કામની કદર થશે અને તમને નવી ઓળખ મળશે. પિતા કે વડીલોના આશીર્વાદથી કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે લાભ થશે. વ્યવસાયમાં નવી નીતિઓ અપનાવશો જે નફાકારક રહેશે. ઘરેલુ વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. જોકે, કામની વ્યસ્તતાને કારણે તમે પરિવારને ઓછો સમય આપી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં ઘૂંટણ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાના યોગ બની રહ્યા છે.

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ અપાવનારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે અને તમને માનસિક રાહત મળશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. વેપારમાં નસીબ જોરે મોટો ફાયદો થવાના યોગ છે. વિદેશી સ્ત્રોતો દ્વારા ધનલાભ થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. લવ લાઈફમાં રોમાંચ વધશે. તમારી ઉદારતા અને પરોપકારી સ્વભાવને કારણે લોકોમાં તમારું સન્માન વધશે. દિવસના અંતે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો પડકારજનક રહી શકે છે. અચાનક આવતા અવરોધોને કારણે કામમાં વિલંબ થઈ શકે છે. વાણી અને વર્તન પર સંયમ રાખવો, અન્યથા વિવાદ થઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને ઉતાવળે કોઈ રોકાણ ન કરવું. સ્વાસ્થ્યમાં નરમાશ અનુભવાય, તેથી ખાનપાનમાં પરેજી રાખવી. સંશોધન કે ગૂઢ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા લોકો માટે દિવસ સારો છે. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને ટકાવી રાખશે. ગૂઢ બાબતો અને રહસ્યોમાં રસ વધશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહત મળશે.