સંકલન: સ્મૃતિ શાહ મહેતા
ગળાનું ઇન્ફેકશન શું છે ને એનાં લક્ષણ શું છે...
લક્ષણ :
* ગળાની અંદર લાલાશ અને સોજો આવી જવો.
* ગળામાં અને કાનમાં દુ:ખાવો થવો.
* કાકડા સૂજી જવા, છોલાઇ જવા ને લાલ થઇ જવા.
* માથું દુ:ખે કે નાકમાંથી પાણી પડવું.
* જો ચેપ વધી જાય તો શરીરના અંગો દુ:ખવા લાગે અને તાવ પણ આવી શકે.
બેકટેરિયલ ઇન્ફેકશન... સાવધાની
માત્ર 5-10 ટકા લોકોને આ કારણથી ગળું પકડાતું હોય છે. તેથી આ સિવાયના અન્ય કારણોમાં એન્ટિબાયોટિક દવાઓ કાંઇ કામમાં આવતી નથી.
ગળાના ઇન્ફેકશનનાં ઉપચાર :
*અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું ગરમ પાણીમાં નાખીને સવાર-સાંજ કોગળા કરવા; તેમાં 1 ચમચી ઘી પણ ઉમેરી શકાય છે.
*1 કપ ગરમ પાણીમાં 1-1 ચમચી તજ અને મરીનો પાઉડર નાખીને કોગળા કરવા.
*ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
*1 ચમચી જેઠીમધ અને 1 ચમચી ઘી ભેગું કરીને લેવું.
*સૂંઠનું ઉકાળેલું પાણી પીવું.
*1 ચમચી તુલસીનો રસ, 1 ચમચી આદુંનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ સવાર સાંજ લેવું.
*લવિંગને જરા શેકીને મોંમાં રાખીને ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
*1 ચમચી મધ, 1 ચમચી આદુંનો રસ અને 1 ચમચી લીંબુનો રસ 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખીને કોગળા કરવા.
*કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઇ પણ પ્રકારનો દુ:ખાવો મટે છે.
*જો એસિડ ઉપર આવવાથી ગળું પકડાઇ ગયું હોય તો જેઠીમધ, મધ અને હળદર એ ત્રણેય 1-1 ચમચી ભેગું કરીને લેવું.