મિતા બાવીસી
* ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું).
* ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખારેક અથવા ખજૂરના ઠળિયાને ભાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
*કળીચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
* તાંદળિયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
* કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
* બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
* ખરજવા ઉપર લીમડાનાં બાફેલાં પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
* પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું, ખસ મટે છે.
* જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
* કોપરું ખવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મળે છે.
* ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખૂજલી મટે છે.
* આમળાં બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે.
* ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિશ કરવાથી ખૂજલી મટે છે.
* રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
* એળિયો દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે.
* તુવેરનાં પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
* આખા શરીરે ખૂજલી આવતી હોય તો સરસરિયાના તેલની માલિશ કરવાથી ખૂજલી મટે છે.
* કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખૂજલી મટે છે.
* ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો રસ ઘસવાથી મટે છે.
* મધ્યમ કદનું ખેતરમાં થતું બટાટું બાફી, તેની પોટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો. આ રીતે દોઢ માસ સુધી કરનાથી જૂનું હઠિલું સૂકું ખરજવું મટે છે.
* દાદર-ખરજવા ઉપર ઘાસલેટમાં ગંધક મેળવીને લગાડવાથી મટી જાય છે.
* કુવાડિયાના બીજને ખાટી છાશમાં અથવા લીંબુના રસમાં વાટી મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે. કડવા લીમડાનાં કૂણાં પાનને પાણીમાં ઉકાળી, પાણી સાધારણ ઠંડું થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ-ચાર વાર ઉપર મલમ લગાડવો.
* ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
દાઝયા ઉપર
* દાઝેલા ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે.
* દાઝેલા ઘા પર તરત કોપરેલ અથવા બટાકુ કાપી ઘસવાથી ફોલ્લો થશે નહીં.
* દાઝેલા ઘા પર તાંદળજાનો રસ ચોપડવાથી આરામ થાય છે.
* દાઝેલા ઘા પર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
દાઝેલા ઘા પર ખૂબ પાકા કેળાને બરાબર મસળી, ચોંટાડી પાટો બાંધવાથી તરત જ શાંતિ અને આરામ થાય છે.
* દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રુઝાઈ જાય છે.
* ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.
* દાઝેલા ઘા પર ઈંડાની સફેદી લગાડવાથી ઘા રુઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.
જખમ, ઘા, ગૂમડાં, ચાંદાં, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તેમાં ચોખાનો બારીક લોટ પાઉડરની જેમ ચાંદાં પર લગાડવાથી દાહ, બળતરા મટે છે.
* દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો તરત જ લગાડવાથી તરત જ આરામ થાય છે.
* રાઈના લોટને ઘી-મધમાં મેળવીને કાંટો કે કાચ વાગ્યો હોય તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
* દાઝયા ઉપર ફોલ્લા પડ્યા પહેલાં કાચું બટાકુ લઈ પથ્થર પર લસોટી તેનો લેપ લગાડી દેવો. * આનાથી દાઝ્યાની વેદના અને બળતરા શમી જાય છે અને ફોલ્લાં થતાં નથી કે ડાઘ પડતા નથી. દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો.
* વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે.
* દાઝયા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે તથા જલદી રૂઝ આવે છે.
* દાઝયાના ફોલ્લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠડું પાણી રેડવું. કુંવારપાઠુંની છાલ કાઢીને અંદરનો ઘાટો રસ દાઝયા ઉપર લગાડતા રહેવો. આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂઝ આવે છે.
* ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝયા ઉપર સારું કામ કરે છે. (ક્રમશ:)