Tue Sep 15 2026

Logo

IND vs NZ ફાઈનલ: પાકિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે ભારતનું સમર્થન કર્યું

Lahor   2026-03-08 15:35:00
Author: Savan Zalariya
IND vs NZ ફાઈનલ: પાકિસ્તાનના આ દિગ્ગજ ક્રિકેટરે ભારતનું સમર્થન કર્યું

લાહોર: આજે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. ભારતીય ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવાનો ઈરાદો ધરાવે છે. ફાઈનલ મેચ પહેલા પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર રાશિદ લતીફે એક મોટું નીવેદન આપ્યું છે, તેમણે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવા ફેવરીટ ગણાવી છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતીફનો એક વીડિયો સોશિયલ મીડિયા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં રાશિદ લતીફ કહી રહ્યા છે કે T20 વર્લ્ડ કપ 2026 ભારત જીતશે. 

નોંધનીય છે કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારતની કટ્ટર હરીફ ટીમ માનવામાં આવે છે, આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી ચુકી છે. પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટની બહાર થઇ ગઈ છે, એવામાં પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય ટીમનો પક્ષ લીધો છે.

મોહમ્મદ આમિરે ભારતની હારની આગાહી કરી:
નોંધનીય છે કે, પાકિસ્તાની ટીમનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આગાહી કરી રહ્યા છે કે ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર થશે, તેઓ ભારતીય ટીમના ખેલાડીઓની ટીકા પણ કરી રહ્યા છે. 

ભારતીય ટીમ અગાઉ મોહમ્મદ આમિરે ખોટો સાબિત કરી ચુકી છે, આગાઉ તેમણે આગાહી કરી હતી કે ભારત સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે, ત્યાર બાદ કહ્યું હતું કે સેમિફાઇનલમાં ભારતની હાર થશે. પરંતુ ભારત તેને ખોટો સાબિત કરતા ફાઇનલમાં પહોંચ્યું છે. હવે મોહમ્મદ આમિરે આગાહી કરી છે કે ન્યુઝીલેન્ડ ભારતને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનશે.