સુરતઃ સુરત પોલીસે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અમરોલીમાં અંજની કેનાલ પાસે ગેરકાયદે બાયો-ડીઝળનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા મીટી કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલી-વેલજા રોડ પર ગેરકાયદે બાયો-ડીઝલ વેચતા બે વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામાન્ય બાયો-ડીઝલને સરકારી સબસિડીવાળા ડીઝલ તરીકે રજૂ કરીને વાહન ચાલકોને છેતરપિંડી કરતા હતા. આ બે આરોપી સાથે એક ટેન્કર અન એક ટેમ્પો સહિત 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી
અમરોલી પોલીસ ટીમે મળેલી ગુપ્ત માહિતી મળી હતી, તેના આધારે રેડ પાડવામાં આવી છે. આરોપીઓ અમરોલી વેલજા રોડ પર ગેરકાયદે પંપ ચલાવતા હતા. તેઓ બાયો-ડીઝલને 'સરકારી સબસિડાયુક્ત ડીઝલ' કહીને ઓછા ભાવે વેચતા, જેનાથી ગ્રાહકો આકર્ષાતા હતાં. આથી પોલીસે આ પંપ પર રેડ પાડીને ઘટનાની તપાસ કરી હતી. પોલીસને 500 લિટરથી વધુ બાયો-ડીઝલ અને પંપનું સાધનસામગ્રી મળી આવી હતી. પોલીસ દ્વારા હજી આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યાં નથી.
બાયો-ડીઝલને સરકારી સબસિડીના નામે વેચતા
આરોપીઓ બાયો-ડીઝલને મિક્સ કરીને ડીઝલ જેવું બનાવતા અને સરકારી સબસિડીના નામે વેચતા હતાં. સ્વાભાવિત છે કે, આવું ઇંધણ વાહનોના એન્જિનને નુકસાન કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઈંધણની કોઈ જ અછત નથી એટલે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. એક બેઠક દરમિયાન નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાને તમામ વિભાગોને લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંકલનમાં કામ કરવા નિર્દેશ આપ્યો હતો. સરકારે આવા નિર્દોશો આપ્યાં હોવા છતાં પણ લોકો દ્વારા આવી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેથી પોલીસ પણ હવે કાર્યવાહી કરી રહી છે.
આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
વધારે વિગતે વાત કરવામાં આ તો આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(2) અને 287 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે વધુમાં પેટ્રોલિયમ એક્ટ, 1934 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ રેડ દરમિયાન બે મોટા ટેન્કરો, 800 લીટલ હલ્કી ગુણવતાવાળું ડીઝલ સાથે બે ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. હવે આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.