Sat Sep 12 2026

Logo

સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મુદ્દે એનટીએને ફટકાર લગાવી, પૂછ્યું પેપર કેવી રીતે લીક થયું

2026-05-29 16:57:30
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મુદ્દે એનટીએને ફટકાર લગાવી, પૂછ્યું પેપર કેવી રીતે લીક થયું

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક મુદ્દે એનટીએને ફટકાર લગાવી છે. તેમજ તેની કામગીરી પર સખત સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હાઇ પાવર્ડ સમિતિની રચના અને તેની ભલામણો છતાં પેપર લીક કેવી રીતે થયું. કેન્દ્ર સરકાર અને એનટીએ કોર્ટને જાણ કરી હતી કે નવી સિસ્ટમો લાગુ કરવામાં આવી છે અને 21 જૂનની પરીક્ષાનું ઉચ્ચ સ્તરે નિરીક્ષણ કરવામાં આવશે.

પેપર કેવી રીતે લીક થઇ

આ સુનાવણી દરમિયાન  સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષની આગેવાની હેઠળની સમિતિએ કોર્ટમાં પોતાનો અહેવાલ અને પ્રતિભાવ રજૂ કર્યો છે. ત્યારબાદ ન્યાયાધીશ નરસિંહાએ પ્રશ્ન કર્યો હતો કે અમલીકરણ પર આટલી  દેખરેખ રાખવામાં આવી હતી અને પેપર કેવી રીતે લીક થઇ. 

પેપર લીક થવું મૂળ ભલામણોમાં ખામી 

કોર્ટે જણાવ્યું હતું કે હાઇ પાવર્ડ સમિતિની રચના કરી હોવા છતાં જો પેપર લીક થવું મૂળ ભલામણોમાં ખામી દર્શાવે છે અથવા તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી. સુનાવણી દરમિયાન, ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણને કોર્ટને માહિતી આપી હતી કે સમિતિએ 35 લાંબા ગાળાની અને 60 ટૂંકા ગાળાની ભલામણો કરી છે. તેમણે જણાવ્યું હતું કે આમાંથી મોટાભાગના સૂચનો લાગુ કરવામાં આવ્યા છે.

પુન: પરીક્ષામાં બધા પાસાઓ પર ધ્યાન આપવામાં આવશે

ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સમિતિએ એનટીએને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી. તેમણે સ્વીકાર્યું કે આ મુદ્દો પ્રશ્નપત્રમાં છેડછાડનો હતો. પરંતુ ઘણા સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે આવતા મહિને યોજાનારી પુન: પરીક્ષામાં આ બધા પાસાઓ પર ધ્યાન આપવામાં આવશે.

સાચી જવાબદારી સ્થાપિત ન થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બંધ થશે નહીં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાચી જવાબદારી સ્થાપિત ન થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બંધ થશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે તે ફક્ત કોણ જવાબદાર છે તે નક્કી કરવાનો વિષય નથી, પરંતુ તે સમજવાનો વિષય છે કે આખરે કોણે જવાબદારી લીધી અને કોણે તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયા.