Fri Sep 04 2026

Logo

કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીની પીઆઇએલ અંગે સીજેઆઇનું મોટું નિવેદન

2026-05-26 15:45:20
Author: Chandrakant Kanoja
કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીની પીઆઇએલ અંગે સીજેઆઇનું મોટું નિવેદન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે આ મુદ્દાને ભાવનાત્મક રીતે ન લેવા માટે સલાહ આપી હતી. તેમજ યોગ્ય સમયે તેની સુનાવણી કરવામાં આવશે. 

કોકરોચ જનતા પાર્ટી અંગે  સીબીઆઇ તપાસની માંગ 

સુપ્રીમ કોર્ટમાં  આ જાહેર હિતની અરજી  રાજા ચૌધરી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કોર્ટરૂમ રેકોર્ડિંગનો કથિત રીતે દુરુપયોગ કરનારા વ્યક્તિઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કાનૂની કાર્યવાહી અને તપાસની માંગ કરી હતી. આ અરજીમાં કોકરોચ જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિઓની પ્રવૃત્તિઓની સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાની છબી ખરડાઈ

સુપ્રીમ કોર્ટ સમક્ષ સોમવારે વકીલે આરોપ લગાવ્યો હતો કે  કોકરોચ ટિપ્પણી અંગે ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરવામાં આવેલી  સ્પષ્ટતા છતાં  વિકૃત અને દુર્ભાવનાપૂર્ણ રીતે તેનો  પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેનાથી સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાની છબી ખરડાઈ રહી છે.