Mon May 18 2026

Logo

સુપ્રીમ કોર્ટે ભાજપ નેતાને પૂજારીઓના મુદ્દામાં સામેલ ન થવાની સલાહ આપી

2026-05-18 17:22:11
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણીમાં ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયને દેશના પૂજારીઓના મુદ્દામાં સામેલ ન થવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ભાજપ નેતા દ્વારા દાખલ જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. 

સુપ્રીમ કોર્ટે પીઆઇએલ સુનાવણીનો ઇનકાર કર્યો 

સુપ્રીમ કોર્ટે  ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીમાં  દેશભરના સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોમાં પૂજારીઓ, અને મંદિરના કર્મચારીઓના પગાર અને સેવાની શરતોની સમીક્ષા કરવા માટે ન્યાયિક કમિશન અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો ઇનકાર કર્યો 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટેની બેન્ચે સુનાવણીમાં જણાવ્યું હતું કે, મંદિરના પૂજારીઓના મામલામાં દખલ ન કરો. શું તમને ખ્યાલ છે કે પૂજારી કેટલા પૈસા કમાય છે? અમે આ મામલાની સુનાવણી કરવાના નથી.  જેની બાદ અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મંદિરના કર્મચારીઓને લઘુત્તમ વેતન પૂરું પાડવાની હિમાયત કરવામાં આવી હતી જેથી તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. તેમણે ધ્યાન દોર્યું કે જ્યારે ઘણા મંદિરો સરકારી નિયંત્રણ હેઠળ છે. ત્યારે આવા કોઈ નિયમનકારી માળખા મસ્જિદો અથવા ચર્ચોને લાગુ પડતા નથી.

બંધારણની કલમ 32 હેઠળ આ અરજી પર વિચાર કરી શકાય નહિ. 

જ્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે તે બંધારણની કલમ 32 હેઠળ આ અરજી પર વિચાર કરી શકાય નહિ. જોકે, કોર્ટે કહ્યું હતું કે પીડિત વ્યક્તિ સીધી કોર્ટનો સંપર્ક કરી શકે છે. બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યા પછી  ઉપાધ્યાયને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે કાયદા હેઠળ ઉપલબ્ધ ઉપાયો અપનાવવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી હતી.