Thu Apr 30 2026

Logo

ગરમીમાં અમૃત સમાન છે આ ખાસ શરબત! વજન ઘટાડવામાં પણ કરશે મદદ, જાણી લેશો તો આજે જ...

2026-04-30 14:45:00
Author: darshana Visaria
Article Image

વર્તમાન સમયમાં સૂર્યદેવ આકરા તાપે તપી રહ્યા છે અને નાગરિકો પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઠંડક માટે જાતજાતના ઘરેલુ નુસખાઓ અપનાવી રહ્યા છે ત્યારે અમે તમારા માટે પણ એક આવો જ ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપાય ખૂબ જ કારગર છે અને સરળ છે. ચાલો જોઈએ શું છે આ ઉપાય અને તમે કેવી રીતે ગરમીથી રાહત મેળવી શકો છો... 

ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીના સમયમાં વરિયાળી એ માત્ર એક માઉથ ફ્રેશનર નહીં, પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો છે. એમાં પણ ખાસ કરીને અત્યારે પડી રહેલી હીટવેવ દરમિયાન વરિયાળી શરીરને અંદરથી ઠંડક આપવા માટે તે અમૃત સમાન ગણાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે ગરમીના દિવસમાં તમે કઈ રીતે વરિયાળી અને એનું શરબત બનાવી શકો છો. એટલું જ નહીં આનાથી થતાં હેલ્થ બેનેફિટ્સ શું છે... 

વરિયાળી અને ફુદીનાનું શરબત: 
આ શરબત બનાવવા માટે તમારે ખાસ કંઈ કરવાનું નથી. પીસેલી વરિયાળી લઈને તેમાં તાજા ફુદીનાનો રસ અને લીંબુ ઉમેરી લો. વરિયાળી અને ફૂદીનાનું શરબત તમને ઉનાળામાં વધારે તાજગીનો અહેસાસ કરાવે છે અને એન સાથે સાથે તે ડાઈજેશન સિસ્ટમને પણ સુધારવામાં મદદ કરે છે.

શુગર-ફ્રી વરિયાળી ડ્રિંક: 
જો તમને સુગરનો પ્રોબ્લેમ છે કે પછી તમે ડાયાબિટીસના દર્દીઓ છો તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે પણ અમારી પાસે એક બેસ્ટ ઓપ્શન છે. તમારે ખાંડને બદલે સ્ટીવિયા કે પછી ઓછા પ્રમાણમાં ખડી સાકરનો ઉપયોગ કરીને હેલ્ધી ડ્રિંક બનાવી શકાય છે.

વરિયાળી-જીરું પાવડર મિક્સ: 
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી તમે ઉનાળામાં ગરમીથી બચવા માટે વરિયાળી અને જીરુ પાઉડર મિક્સ કરીને પણ એક સ્પેશિયલ ડ્રિંક તૈયાર કરી શકો છો. આ માટે તમારે શેકેલા જીરાનો પાઉડર અને સંચળ ઉમેરવાથી તે લૂ સામે રક્ષણ આપતું બેસ્ટ ડ્રિંક તૈયાર કરી શકો છે.

વરિયાળીના હેલ્થ બેનેફિટ્સ
વાત કરીએ વરિયાળીના સેવનથી થતાં હેલ્થ બેનેફિટ્સ વિશે તો એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વરિયાળી એ એક બેસ્ટ માઉથ ફ્રેશનર્સ તો છે જ પણ એની સાથે સાથે તે હેલ્થ માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોવાથી તે ઉનાળામાં શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે.

વરિયાળીમાં રહેલાં ફાઈબર અને તેલ પાચનક્રિયાને વેગ આપે છે, જેનાથી ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. વરિયાળી મેટાબોલિઝમને પણ સુધારવાનું કામ કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે વજન ઉતારવાની પ્રક્રિયામાં મદદ કરે છે. વરિયાળીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ લોહીને શુદ્ધ કરવામાં અને ત્વચાને તેજસ્વી બનાવવામાં મદદ કરે છે. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને ઉનાળામાં હાઈડ્રેટેડ અને કૂલ કૂલ રહેવામાં ચોક્કસ મદદ કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલાં રહો.