મુંબઈઃ સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોલિવૂડ સ્ટાર્સે રાષ્ટ્ર માટે સંદેશાઓ શેર કર્યા. અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધીના કલાકારોએ તેમના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આ ખાસ પ્રસંગની ઉજવણી કરી.ભારતને આઝાદી મળ્યાને આઠ દાયકા વીતી ગયા છે અને આ સમય દરમિયાન દેશમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. દેશભરમાં 80મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે નાગરિકોએ મહાન ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું સન્માન કર્યું. શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટારોએ પણ રાષ્ટ્રને સ્વતંત્રતાના 80મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે શુભેચ્છાઓ પાઠવી અને તેમના ચાહકો સાથે પોતાની લાગણીઓ શેર કરી.
કિંગ ખાનનો મેસેજ
શાહરૂખ ખાને રાષ્ટ્રને સંદેશ લખ્યો, ત્યારે અમિતાભ બચ્ચને ચાહકોને શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય ત્રિરંગો દર્શાવતો એક વિડિઓ શેર કર્યો. શાહરૂખ ખાને પોતાના દેશવાસીઓ માટે એક સંદેશ સાથે એક ફોટો શેર કરતા કહ્યું, દરેકને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય હોવામાં ખરેખર કંઈક ખાસ છે. આ રંગો અને આ વિવિધતા એક સુંદર બનાવે છે - આંતરિક સુંદરતાની ભાવના અને સૌથી ઉપર, આપણા દેશ કરતાં ઘણી મોટી વસ્તુનો ભાગ બનવાની લાગણી. મને આશા છે કે, આપણે આપણી પાસે જે છે તેની કદર કરવાનું શીખીશું. એવા કાર્યો કરવાનો પ્રયાસ કરીશું જેનાથી આપણા દેશનો વિશ્વાસ કમાય. આપણને ભારતીય હોવાનો અને આપણા દેશવાસીઓ તરફથી ખૂબ પ્રેમ મળવાનો ગર્વ છે. જય હિન્દ.
T 5825(i) - दिवस स्वतंत्रता का ; शुभ दिन बधाई का !
— Amitabh Bachchan (@SrBachchan) August 15, 2026
वंदे मातरम् !!! 🇮🇳 pic.twitter.com/XEyIKJJ1Tz
મુંબઈમાં પણ ઉજવણી
અમિતાભ બચ્ચને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતીય ત્રિરંગા સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો. કેપ્શનમાં તેમણે લખ્યું:ભારતનો સ્વતંત્રતા દિવસ - દરેકને શુભેચ્છાઓ પાઠવવાનો શુભ દિવસ. વંદે માતરમ. અક્ષય કુમાર, નીના ગુપ્તા અને અનુપમ ખેર સહિત અન્ય સ્ટાર્સે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા. બીજી તરફ રીતિક રોશને પણ પોતાના ટ્વિટર પર ટ્વીટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુંબઈમાં પણ ઉત્સાહ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી.