Fri Sep 04 2026

Logo

‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ માત્ર 6 દિવસમાં 300 કરોડની કમાણી કરનારી પ્રથમ હોલિવુડ ફિલ્મ બની

2026-08-05 13:55:00
Author: Vimal Prajapati
‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ માત્ર 6 દિવસમાં 300 કરોડની કમાણી કરનારી પ્રથમ હોલિવુડ ફિલ્મ બની

મુંબઈઃ માર્વેલ સુપરહરો ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ (Spider-Man: Brand New Day) રિલીઝ થતાની સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 30 જુલાઈએ ભારતમાં અને 31 જુલાઈએ વૈશ્વિક સ્તરે રિલીઝ થયેલી ટ્રેડિશનલ માર્વેલ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મે ભારતમાં એક એવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ પણ હોલિવુડ ફિલ્મ કરી શકી નથી.

6 દિવસમાં રૂપિયા 300 કરોડથી વધુનું નેટ કલેક્શન

ડેસ્ટિન ડેનિયલ ક્રેટન (Destin Daniel Cretton) ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં રિલીઝના પ્રથમ 6 દિવસની અંદર જ નેટ કલેક્શનમાં રૂપિયા 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે રૂપિયા 21.50 કરોડનો બિઝનેસ કર્યો. મંગળવારે ફિલ્મની એકંદર અંગ્રેજી ઓક્યુપેન્સી 24.97% રહી હતી, જેમાં સૌથી વધુ નાઇટ શોમાં 33% અને ઈવનિંગ શોમાં 28.89% ઓક્યુપેન્સી જોવા મળી હતી.

આ ફિલ્મની કુલ કમાણીની વિગતવાર ચર્ચામાં કરવામાં આવે તો ક્રમશઃ પહેલા દિવસે 60.60 કરોડ રૂપિયા, બીજા દિવસે 49.35 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 70.25 કરોડ રૂપિયા, ચોથા દિવસે 77.75 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 23.80 કરોડ રૂપિયા અને છઠ્ઠા દિવસે 21.50 કરોડ રૂપિયાની કમાણી સાથે કુલ 303.25 કરોડ રૂપિયા ભારતીય બોક્સ ઓફિસ પરથી છાપી લીધા છે. 

નવા રેકોર્ડ્સ અને શાનદાર સ્ટાર કાસ્ટ

પ્રથમ વિકેન્ડ પર ફિલ્મને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. સપ્તાહાંત બાદ સોમવારથી કલેક્શનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, ફિલ્મની મજબૂત પકડ જળવાઈ રહી છે. આ સાથે આ ફિલ્મે ક્રિસ્ટોફર નોલનની ‘ધ ઓડિસી’ના ભારતીય બોક્સ ઓફિસ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, રિલીઝના માત્ર ત્રણ જ દિવસમાં રૂપિયા 200 કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી આ ભારતની સૌથી ઝડપી હોલિવુડ ફિલ્મ પણ બની ગઈ છે.