અનવર વલિયાણી
એક પળ જેને નકારે છે જગત એ જમાનાઓ સુધી પૂજાય છે.
બે પ્રકારના સ્પષ્ટવકતાઓ દેખાય છે.
* એક જે પોતાના સ્વાર્થ, સુખ-સગવડ, અહંકાર માટે બીજાને સ્પષ્ટ રીતે પોતે દોરેલી લક્ષ્મણરેખામાં જણાવી દેતા હોય છે અને...
* બીજા પ્રકારના સ્પષ્ટવકતા ઇશ્વરને ગમે, ઇશ્વરમાન્ય સિદ્ધાંતો-નિયમોને અનુરૂપ હોય, સર્વ જીવોના કલ્યાણ અર્થે હોય તેવું બોલનારા (ફકત પોતાનાં સુખ-સમૃદ્ધિ વધે તેવું બોલનારા નહીં) હોય છે.
- પોત-પોતાના કર્મક્ષેત્ર અને જ્ઞાન-આવડત મુજબનું સ્પષ્ટ બોલનારાઓની નામાવલીની નોંધ બનાવીએ તો તેમાં
* જિસસ
* ભગવાન મહાવીર
* ભગવાન બુદ્ધ
* હઝરત મહંમદ સાહેબ
* મીરા,
* સંત કબીર,
* અબ્રાહમ લિકન,
* મહાત્મા ગાંધી,
* ઓશો,
* સોક્રેટિસ,
* જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક મહાત્માઓ, અવતારો આવે.યાદ રહેવું ઘટે કે આ પહેલા પ્રકારના સ્પષ્ટ વકતાઓમાં
* ખંડણી માગનારાઓ.
* લાંચ રુશ્વત માંગનારા તથા
* લૂંટારાઓનો પણ સમાવેશ થઇ જાય છે. જેઓ ખુલ્લેઆમ-સામી છાતીએ ડરાવી-ધમકાવીને સ્પષ્ટ રીતે માંગણી કરતા હોય છે.
* અમુક જયોતિષો તથા વાસ્તુશાસ્ત્રવાળા પણ સ્પષ્ટ રીતે ગભરાવીને પોતાનું સુખ વધારતા હોય છે.
* બીજાની નિંદા કરનારા પણ પોતાને સ્પષ્ટવકતા માને છે.
* ચૂંટણી વખતે સામા પક્ષના નેતાની ‘ભૂલો’ હિંમતભેર મીઠું, મરચું, ઉમેરી-તડકા મારકે રજૂ કરતા હોય છે અને પોતાને ‘સ્પષ્ટવકતા’ જ નહીં, પણ ‘સત્યવકતા’ પણ વણમાગ્યા સ્વીકારી-લેતા હોય છે.
* પૈસા ઉછીના લીધા પછી, ‘આપી શકું એમ નથી’ કહેનારા
* ધાર્મિક ગ્રંથો પર હાથ મૂકી સ્પષ્ટ સોગંદ - કસમ ખાનારા-ખોટી જુબાની આપનારા, ગવાહી દેનારા.
* લગ્ને-લગ્ને ‘કુંવારો છું’ એમ કહી મહિલાઓને ફસાવનારા.
* આતંક ફેલાવ્યા પછી ‘અમે આ પરાક્રમ કર્યું છે ને જવાબદારી લઇએ છીએ’ તેમ બોલનારા અને છેલ્લે
* લગ્ન પ્રસંગે ફટાણારૂપે સ્પષ્ટ રીતે સામા પક્ષવાળાને સંગીત સાથે સંભળાવનારા, કૂખ્તાય થયા તો બીજી બાજુ.
* જેમણે સૌના ભલા માટે પોતાના જીવના જોખમે સ્પષ્ટ, સત્યયુક્ત વકતવ્ય આપ્યું તેઓ અમર થયા, પૂજવાને લાયક થયા.
* લાખ્ખો લોકોની અંધશ્રદ્ધા
* માન્યતા,
* કુરિવાજો,
* અન્યાયો,
* ગુલામી,
* લાચારી,
* જુલમો-સિતમમાંથી મુક્તિ અપાવી અને તે દ્વારા
* જીવન વધુ સારું-જીવવા જેવું - યોગ્ય બનાવ્યું, આ મુક્તકની જેમ :-
કોઇ એ માને ન માને તું કહે ‘અનવર’
સત્ય કહેતા કેમ તું ગભરાય છે,
એક પળ, જેને નકારે છે જગત
એ જમાનાઓ સુધી પૂજાય છે.
*
ખુશીને શોધી કાઢો
જે રીતે આપણે સારી વર્તણૂક કરવાનું શીખીએ છીએ તે રીતે આપણે જ ખુશ રહેવાનું પણ શીખી શકીએ છીએ.
* જીવનના સુખદ પ્રસંગોને યાદ કરીને તે સમયની ખુશીને વર્તમાનમાં લાવો.
* આ કામ તમે ગમે તે સ્થળે અને ગમે તે સમયે કરીને તમારા મનને હસી ખુશીમાં, આનંદમાં રાખી શકો છો.