અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેવામાં એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વટવા બીબી તળાવ પાસે આ ધટના બની હતી. વટવા ગામ તરફથી વાયુવેગે આવતી એક સ્કોર્પિયો ચાલકે વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ટક્કર માર્યાં પછી કારચાલક ઊભો રહેવાની જગ્યાએ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
રાત્રે બે વાગ્યાની આસપાસ બની હિટ એન્ડ રનની ઘટના
ઘટનાની વાત કરવામાં આવે તો, હિટ એન્ડ રનમાં આરોપીએ 68 વર્ષીય યુનુસભાઈ વોહરાને રાત્રે બે વાગ્યાની આસપાસ ટક્કર મારી હતી. વટવામાં રહેતા યુનુસભાઈ રાત્રે બીબી તળાવ ચાર રસ્તા પાસેથી તપાર થઈ રહ્યાં હતાં. ત્યારે આરોપીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર માર્યા પછી પણ આરોપીએ વૃદ્ધ પર ગાડી ચઢાવી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતીકે, 68 વર્ષીય યુનુસભાઈનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
સીસીટીવીના આધારે આરોપીને દબોચી લેવામાં આવ્યો
હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ તી. જેના આધારે પોલીસે કાર્યાવાહી શરૂ કરી હતી. ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળની આસપાસની સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે આરોપીની ગાડીનો નંબર મળી હતો. પોલીસે આ કાર નંબરના આધારે 19 વર્ષીય આરોપી રાહુલ યાદવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.