અત્યારે તો જ્યાં જુઓ ત્યાં બસ હિંદુઓના આસ્થાનું એપિસેન્ટર એવા સોમનાથ મંદિરના સોમનાથ અમૃતપર્વની ધૂમ જોવા મળી રીહ છે. આજે 11મી મે, 2026ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથની મુલાકાતે છે અને તેઓ જે સમયે મંદિરમાં અભિષેક કરી રહ્યા હતા એ સમયના વાઈરલ થઈ રહેલાં ફોટોમાં સુરક્ષાના ચુસ્ત પ્રોટોકોલ વચ્ચે પણ માનવીય સંવેદના અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પીએમ મોદીના વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં તેમની પાછળ જોવા મળી રહેલાં આ લોકો આખરે કોણ છે અને તેઓ ત્યાં શું કરી રહ્યા હતા, ચાલો તમને જણાવીએ...
સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે મંદિર ખાલી કરાવવામાં આવે છે, પરંતુ આજે સોમનાથમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પીએમ મોદી ગર્ભગૃહમાં જમીન પર બેસીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરી રહ્યા હતા, તેનાથી માત્ર ચારથી પાંચ ફૂટના અંતરે સામાન્ય શ્રદ્ધાળુઓ પણ દર્શન કરી રહ્યા હતા. મહિલાઓ અને બાળકો કોઈ પણ રોકટોક વગર પીએમની હાજરીમાં જ મહાદેવજીના દર્શન કરી શક્યા હતા, જે વહીવટીતંત્ર અને પીએમની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
સોમનાથ અમૃતપર્વ 2026 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં પૂજન કર્યું અને મંદિરના શિખર પર જલાભિષેક કર્યો હતો. આ સાથે જ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે સોમનાથ મંદિરના આકાશમાં અદભૂત કરતબો બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જુઓ આ ઐતિહાસિક પળનો ખાસ વીડિયો. PM Modi… pic.twitter.com/DFW463ziPy
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 11, 2026
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ સમયના વીડિયો અને ફોટોમાં પીએમ મોદીની હાજરી છતાં સામાન્ય ભાવિકો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. નેટિઝન્સ આ ફોટો અને વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો અને વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો...
પીએમ મોદીનું હૃદયસ્પર્શી સંબોધન | અનેકવાર અહીં શીશ નમાવ્યું | PM Modi Somnath Speech
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 11, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં હાજરી આપી દાદા સોમનાથના આશીર્વાદ લીધા. આ પ્રસંગે તેમણે સોમનાથ મંદિરના 75 વર્ષના ઈતિહાસ અને તેની અવિનાશી શક્તિ વિશે મહત્વપૂર્ણ વાતો કરી હતી.… pic.twitter.com/uk8IYl4qky
સોમનાથ મંદિરના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. પહેલીવાર મંદિરના શિખર પર 'કુંભાભિષેક' કરવામાં આવ્યો હતો. વિશાળ ક્રેન દ્વારા પવિત્ર જળથી ભરેલો કળશ મંદિરના 90 મીટર ઊંચા શિખર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પીએમ મોદીએ 11 પવિત્ર તીર્થોના જળથી શિખરનો અભિષેક કર્યો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શિખર કળશની સ્થાપના કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થતા 'સોમનાથ અમૃતપર્વ' ની ઉજવણીમાં સામેલ થયા. પીએમ મોદીએ ગીર અને સોમનાથમાં ભવ્ય રોડશો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જુઓ સોમનાથથી આ ખાસ અહેવાલ. PM Modi… pic.twitter.com/muFfYq8foP
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 11, 2026
અમૃત પર્વ નિમિત્તે ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ' ટીમે સોમનાથના આકાશમાં એર શો યોજ્યો હતો. જ્યારે પ્લેન્સે આકાશમાં કરતબ બતાવ્યા, ત્યારે નીચે ઊભેલા ભક્તો અને પ્રધાનમંત્રી પોતે પણ ગર્વ સાથે આકાશ તરફ જોઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓના 'હર હર મહાદેવ'ના નાદથી આખું સોમનાથ ગુંજી ઉઠ્યું હતું.