Sat Jun 27 2026

Logo

સવારે ખાલી પેટે પલાળેલી મેથી ખાશો તો આ ૪ રોગો રહેશે આજીવન દૂર! જાણો  ફાયદા

2026-06-27 22:14:42
Author: Devayat Khatana
Article Image

આપણા રસોડામાં મેથી આમ તો ખૂબ જ સામાન્ય મસાલો છે અને તેનો ઉપયોગ ઘણા શાકમાં કરવામાં આવે છે. જો કે આ મસાલાનો ઉપયોગ અથાણું બનાવવામાં પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનો મસાલો ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. સવારે ખાલી પેટે પલાળેલી મેથીનું સેવન કરવાની ટેવને આયુર્વેદમાં સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે.

તેનું કારણ છે મેથીના આયુર્વેદિક ગુણ. નાના મેથીના દાણામાં ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિત ઘણા પોષક તત્વો હોય છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખવાથી તેના ગુણ બે ગણા વધી જાય છે અને તે પચવામાં પણ એકદમ સરળ બની રહે છે. તો ચાલો, અહીં આપણે સવારે ખાલી પેટે મેથીના દાણા ખાવાના ફાયદાઓ સમજાવીશું.

ડાયાબિટીસના દર્દીઓને લાભ 
આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે પલાળેલી મેથી ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. મેથીમાં રહેલું લિક્વિડ ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સ અને ગ્લુકોઝના શોષણને ઘટાડી નાખે છે. જે બ્લડ સુગરના સ્તરમાં અચાનક થઈ જતાં વધારાને અટકાવે છે. તે ઇન્સ્યુલિન સ્ત્રાવને પણ સુધારે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાનો છે ઈલાજ 
આજના સમયની આપણી ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત સહિતની સમસ્યાઓમાં ખૂબ જ વધારો થયો છે. પલાળેલી મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે મળને નરમ બનાવે છે અને આંતરડા સાફ રાખવામાં મદદરૂપ થાય છે. સવારે ખાલી પેટે તેને ચાવવાથી પાચનમાં સુધારો થાય છે અને ક્રોનિક કબજિયાતથી પણ રાહત મળે છે.

હાર્ટ અટેકથી પણ બચાવશે 
મેથીના દાણામાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જ્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોય છે, ત્યારે ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઓછું થાય છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઓછું થાય છે.

વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક 
આજના જમાનામાં બેઠાડું જીવન વજન વધારાનું એક મોટું કારણ બની ગયું છે અને દરેક માણસ ઈચ્છે છે કે તેનું વજન ઘટે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પલાળેલી મેથી તમારા વજન ઘટાડવાના સફરને સરળ બનાવી શકે છે. સવારે તેને ચાવવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવામાં મદદ મળે છે, વારંવાર ભૂખ લાગતી નથી. તે તમારા ચયાપચયને પણ વેગ આપે છે, જેનાથી તમને શરીરની ચરબી ઝડપથી બાળવામાં મદદ મળે છે.

*(નોંધ: અહી આપવામાં આવેલ સૂચન માત્ર સલાહ છે, તેને અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)*