Wed Sep 09 2026

Logo

કોણ છે આ સોશિયલ મીડિયા પર વાઈરલ થનાર ટ્રમ્પ ફેમિલીની ગ્લેમરસ ગર્લ? શું છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ?

Washington dc   2026-08-11 17:43:00
Author: Darshana Visaria
કોણ છે આ સોશિયલ મીડિયા પર વાઈરલ થનાર ટ્રમ્પ ફેમિલીની ગ્લેમરસ ગર્લ? શું છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ?

Win McNamee


અમેરિકાના રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની એક ફેમિલી મેમ્બર સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે ક્યારેક ગોલ્ફ રમતી તો ક્યારેક કોઈ ટુરિસ્ટ સ્પોટ પર સેલ્ફી ક્લિક કરતાં તો કોઈ વખત કોઈ ઈવેન્ટ માટે રેડી થતાં રીલ બનાવતી જોવા મળે છે. જો તમને પણ સવાલ થઈ રહ્યો હોય કે આખરે કોણ છે એ યુવતી તો તમારા સવાલનો જવાબ છે કે છે આ મહિલા છે પૌત્રી કાઈ ટ્રમ્પ (Kai Trump). 

કાઈ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તેની પોસ્ટ જોતજોતામાં વાઈરલ થઈ જતી હોય છે. કાઈના ગોલ્ફ (Golf) રમતા વિડિયોઝ અને તેની અદ્ભુત સ્પોર્ટ્સ સ્કિલ ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. માત્ર પોતાની ક્યુટનેસ અને સ્ટાઈલના કારણે જ નહીં, પરંતુ ગોલ્ફ કોર્સ પર તેના શાનદાર શોટ્સ અને ટેકનીક જોઈને રમતપ્રેમીઓ પણ તેના ફેન બની ગયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ફ પ્રત્યે કેટલો લગાવ છે તે આખી દુનિયા જાણે છે અને તેમની ૧૭ વર્ષીય પૌત્રી કાઈ ટ્રમ્પ પણ પોતાના દાદાના જ પગલે ચાલી રહી છે. કાઈ એક ઉત્સાહી અને પ્રોફેસનલ ગોલ્ફર બનવાના માર્ગે છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાના ગોલ્ફ પ્રેક્ટિસ, શાનદાર સ્વિંગ (Swing) અને લોંગ-રેન્જ શોટ્સના વિડિયો શેર કરતી રહે છે, જેને લાખો વ્યુઝ મળી રહ્યા છે.

કાઈ ટ્રમ્પ સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં પોતાના દાદા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં એક પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેણે ટ્રમ્પને માત્ર એક રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક કાળજી રાખનારા દાદા તરીકે રજૂ કર્યા હતા, જેનાથી તેના ફોલોઅર્સમાં રાતોરાત બમ્પર વધારો થયો હતો.

Kai Trump 

થોડાક દિવસ પહેલાં જ કાઈએ એક વીડિયો શેર કર્યો હતો કે જેમાં તેણે જણાવ્યું હતું કે આ તેનું પહેલું રેડ કાર્પેટ ડેબ્યું છે અને એક વખત તેણે વીડિયો શેર કરીને વ્હાઈટ હાઉસની ટૂર પણ કરાવી હતી. 

હાલમાં કાઈ ટ્રમ્પ ઈન્સ્ટાગ્રામ અને ટીકટોક પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની ડેઈલી લાઈફ, વર્કઆઉટ, ગ્રેજ્યુએશન અને ખાસ કરીને ગોલ્ફ મેચોની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરે છે. તેના વાયરલ વિડિયોઝ પર યુઝર્સ 'ફ્યુચર ગોલ્ફ સ્ટાર' અને 'ટ્રમ્પ ફેમિલીની નવી સેન્સેશન' જેવી કમેન્ટ્સ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.