Mon Aug 31 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ખુલ્યા

2026-05-29 10:10:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ખુલ્યા

અમદાવાદઃ બકરી ઇદ બાદ શુક્રવારે ભારતીય શેર બજારો ગ્રીન ઝોનમાં ઓપન થયા છે. સેન્સેક્સ બુધવારના સેશનમાં 75,867.80ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 120.71 પોઇન્ટ વધી 75,988.51ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી બુધવારના સેશનમાં 23,907.15ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના અંતિમ સેશનમાં શુક્રવારે નિફ્ટી ફ્લેટ ઓપન થયો છે. નિફ્ટી 5 પોઇન્ટ ઘટી 23,902.15ની સપાટીએ ખુલ્યો છે. 

શુક્રવારે ભારતીય શેર બજારમા આઇટી સ્ટોક માર્કેટને ઉપરની તરફ લઇ જઇ રહ્યા છે. ટોપ ગેઇનર્સ શેરો પર નજર કરીએ તો ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, ટ્રેન્ટના શેરમાં લેવાલીનો મૂડ જોવા મળ્યો. બીજી તરફ માર્કેટમાં ઘટનારા શેરોની વાત કરીએ તો ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, મેક્સ હેલ્થકેર, ઓએનજીસી, ઇન્ટરગ્લોબલ એવિએશન, ભારત ડાયનેમિક્સ, જીઇ શિપિંગ, બાટા ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયામાં વેચવાલી જોવા મળી. 

એશિયન બજારોના હાલ

ગિફટ નિફ્ટી ગ્રીન ઝોનમાં ઓપન થયો છે. મોટાભાગના એશિયન બજારો વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યા. જાપાનનો નિક્કેઇ ઉપરાંત સ્ટ્રેટ ટાઇમ્સ, તાઇવાન, કોસ્પી, શાંઘાઇ, જકાર્તા, તાઇવાન, હેંગસેંગમાં તેજી તરફી કારોબાર જોવા મળ્યો. રૂપિયો 14 પૈસા વધી 95.55ની સપાટીએ જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ 1.4 ટકા ઘટી 92 ડોલરની સપાટી દર્શાવતા માર્કેટને સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો.