Mon Aug 31 2026

Logo

ટ્રમ્પની ધમકી, વૈશ્વિક નરમાઇથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, નિફ્ટી 23,450ની નીચે

2026-05-20 10:18:00
Author: Mumbai Samachar Team
ટ્રમ્પની ધમકી, વૈશ્વિક નરમાઇથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, નિફ્ટી 23,450ની નીચે

મુંબઇઃ સપ્તાહના ત્રીજા સેશનમાં નબળા વૈશ્વિક સંકેતો, ટ્રમ્પની ધમકીને પગલે મધ્યપૂર્વમાં યુદ્ધની આશંકા અને ક્રૂડ ઓઇલ વધતી કિંમતોની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી. સેન્સેક્સ મંગળવારના સેશનના બંધ 75,200.85ની સપાટીએથી 394.36 પોઇન્ટ ઘટી 74,806.49ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 160.75ના ઘટાડા સાથે 23,457.25ની સપાટીએ ખુલ્યો.  મંગળવારના સેશનમાં નિફ્ટી 23,618.00ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે પ્રારંભિક સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ચોતરફી વેચવાલી જોવા મળી. ગિફ્ટ નિફ્ટી પણ લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા મળ્યો. 

એશિયન બજારો લાલ નિશાનમાં

એશિયન બજારો પર નજર કરીએ મોટા ભાગના એશયન બજારો રેડ ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. બીજી તરફ ડોલર સામે રૂપિયો 33 પૈસા ઘટી 96.86ની ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળ્યો. ડોલર સામે રુપિયો સતત સાતમા સેશનમાં ઘટ્યો છે. 

ટોપ ગેઇનર્સ, લૂઝર્સ

નિફ્ટી ગેઇનર્સની વાત કરીએ તો હિન્દાલ્કો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, સિપ્લા, ટીસીએસના શેરમાં ખરીદી તરફી મૂડ જોવા મળ્યો. બીજી બાજુ ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇટર્નલ, ગ્રાસિમના શેરે માર્કેટને નીચેને તરફ ખેંચ્યું હતું.