મેષ
આજે કોઈ પણ કાર્ય ઉતાવળમાં કરશો નહીં. તમારે ખાસ કરીને સમજી-વિચારીને નિર્ણય લેવાનું જરુરી રહેશે. ઉપરી અધિકારીઓના વર્તનથી તમને કોઈ અસંતોષ પણ થઈ શકે છે. મુસાફરી દરમિયાન અગવડતાનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળો. તમારા મનમાં વિચિત્ર વિચારો આવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન રાખો. આર્થિક રીતે દિવસ સારો રહી શકે છે, જે તમારી જીવનશૈલીમાં ઝલક જોવા મળે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને વરિષ્ઠ અધિકારીઓ તમારી ક્ષમતાઓથી પ્રભાવિત થશે. તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. રાજકીય વિવાદનો ઉકેલ આવી શકે છે. લગ્ન સંબંધી અવરોધો દૂર થવાની શક્યતા છે. કામકાજનું ભારણ વધારે રહેશે. આજે રોમાન્ટિક મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો, જ્યારે તમારા પાર્ટનર સાથે સમય વિતાવવાનું ફાયદાકારક રહેશે.
મિથુન
તમે ભાગ્યશાળી છો, કારણ કે તમારા રોમાન્ટિક સંબંધો તમને વધુ ખુશ રાખશે. જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમને આજે સારા સમાચાર મળી શકે છે. તમને સામાજિક મુદ્દાઓ પર તમારા વિચારો રજૂ કરવાની તક મળશે. તમને પૈતૃક સંપત્તિને લગતા લાભ મળી શકે છે. એકંદરે, આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ પહેલાં કરતાં સારું રહેશે.
કર્ક
આજે ગુસ્સામાં લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં કોઈ પણ નવા પ્રયોગો મુલતવી રાખવા હિતાવહ રહેશે. માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓથી તમને લાભ મળી શકે છે. કેટલાક છુપા વિરોધીઓ તમારા માટે મુશ્કેલીની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. મહિલાઓને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે, આજે કોઈ ગૂડ ન્યૂઝ પણ મળી શકે.
સિંહ
સિંહ રાશિના જાતકોને આજે તમારા કેટલાક રહસ્યો જાણવા મળી શકે છે. બિનજરૂરી વિચારો માનસિક અશાંતિનું કારણ બની શકે છે. વાતચીત દરમિયાન તમારા શબ્દો પ્રત્યે સાવધ રહો. તમને પેટને લગતી સમસ્યાઓ અથવા ઉલટી અને ઝાડા જેવી તકલીફો થઈ શકે છે, તેથી તમારા આહાર બાબતે સાવચેતી રાખો તેમ જ આરોગ્ય બાબતમાં સંભાળ રાખવી. તમારી નજીક અથવા પ્રેમ કરનારી વ્યક્તિ સાથે વધુ સમય વિતાવવાની તક મળી શકે.
કન્યા
વ્યવસાયમાં સારી આવકના સંકેતો છે. તમારી તેજસ્વી સ્મૃતિશક્તિ તમને વિવિધ કાર્યોમાં મદદરૂપ થશે. પરિવાર સાથે મનોરંજન માટે બહાર જવાની અથવા ફિલ્મ જોવાની યોજના બની શકે છે. પ્રેમ-વિવાહની બાબતમાં તમને તમારા પરિવારની સંમતિ મળશે. નજીવી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં. આજના દિવસે શક્ય એટલા શાંત રહેવાનો પણ પ્રયાસ કરો, જે ફાયદાકારક રહેશે.
તુલા
આજે તમને તમારી મહેનતનું સારું ફળ મળશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમને દરેક પગલે પરિવારનો સહયોગ મળશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. કેટલાક લોકો તમારી મજાક ઉડાવવાનો પ્રયાસ કરી શકે છે. તમને સમાજસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવવાની તક મળશે. આજના દિવસે ખાસ તમારી ભાવનાઓ પર કંટ્રોલ રાખજો.
વૃશ્ચિક
તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની તક મળશે. તમારા સંતાનની કોઈ વાત કે વર્તનથી તમે નારાજ કે ચિડ અનુભવી શકો છો. એકસાથે ઘણાં કામો હાથમાં લેવાથી તમારો તણાવ વધી શકે છે. તમારી નજીકની વ્યક્તિઓની મુશ્કેલીઓને અવગણશો નહીં; તેમને મદદ કરવાનો પ્રયાસ કરો. લવ-લાઈફની વાત કરીએ ઈગો અથવા અહંકાર સંબંધિત નાની-મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, તેથી અવગણના કરો.
ધન
આ દિવસ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. મિલકતને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. હાલ પૂરતું કાર્યસ્થળ પર અચાનક ફેરફાર કરવાનો નિર્ણય મુલતવી રાખો. આત્મવિશ્વાસ જાળવી રાખવો મહત્વપૂર્ણ રહેશે. આજે તમારા કેટલાક કાર્યોમાં અવરોધ આવી શકે છે. પોતાને અન્યો કરતાં શ્રેષ્ઠ માનવાની ભૂલ ન કરશો.
મકર
વિદ્યાર્થીઓ તેમની અભ્યાસની પદ્ધતિઓમાં ફેરફાર કરીને વધુ સારા પરિણામો મેળવી શકે છે. વ્યવસાયમાં નવીનતા લાવવાના વિચારો તમારા મનમાં આવી શકે છે. સમાજમાં તમારો મોભો અને માન-સન્માન વધશે. જોકે, પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે.
કુંભ
આજે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા મળી શકે છે. લોકો તમારી કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થશે. નાની-નાની બાબતો પર પણ તમને ગુસ્સો આવી શકે છે. જે લોકો જાણીજોઈને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તેમનાથી અંતર જાળવી રાખો. કામ કરતી વખતે શાંત રહેવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.
મીન
ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા પાઠ ઉપયોગી સાબિત થશે. જીવનસાથીનો સહયોગ તમારો ઉત્સાહ જાળવી રાખશે. વહીવટી ભૂમિકાઓમાં રહેલા લોકો માટે આ દિવસ સિદ્ધિઓથી ભરેલો રહી શકે છે. સામાજિક અને વ્યાવસાયિક - બંને ક્ષેત્રોમાં તમારો મોભો વધશે. તમે ખૂબ જ ઉત્સાહ સાથે તમારા કાર્યો પૂર્ણ કરી શકશો.