Wed Sep 09 2026

Logo

CJPના સ્થાપક અભિજીત દીપકેના નિવાસસ્થાને સુરક્ષા વધારાઈ

2026-06-07 20:08:34
Author: Mumbai Samachar Team
CJPના સ્થાપક અભિજીત દીપકેના નિવાસસ્થાને સુરક્ષા વધારાઈ

છત્રપતિ સંભાજીનગરઃ ઓનલાઇન કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની સ્થાપના કરનાર આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ડિજિટલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકે આજે સવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં તેમના ઘરે પહોંચતા પોલીસે તેના ઘરની સુરક્ષામાં વધારો કર્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

શનિવારે સવારે અમેરિકાથી નવી દિલ્હી પહોંચ્યા પછી દીપકેએ સીજેપીના બેનર હેઠળ જંતર મંતર પર એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં પરીક્ષાઓ અને ભરતી પરીક્ષણોમાં કથિત ગેરરીતિઓ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

સીજેપી, એક યુવા આગેવાની હેઠળનું ઓનલાઈન આંદોલન છે જે નીટ, સીબીએસઈ અને સીયુઇટી અને એસએસસી સહિતની પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ માટે જવાબદારીની માંગ કરી રહ્યું છે.

દીપકે આજે સવારે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યો અને તેમના પરિવારના સભ્યોએ એમઆઈડીસી વાલુજ વિસ્તારમાં તેના નિવાસસ્થાને તેનું સ્વાગત કર્યું.  અમે આજથી તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી છે. 

પહેલા ત્યાં ૧૧ સુરક્ષા કર્મચારીઓ તૈનાત હતા, હવે આ સંખ્યા ૧૫ પર પહોંચી ગઈ છે. તૈનાત સ્ટાફ સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ શહેર પોલીસ મુખ્યાલયનો છે,' એમ એમાઇડીસી વાલુજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.