રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટાં વરસતા શનિવારે છેલ્લા 24 કલાક પૂરા થતા આજી અને મચ્છુ સહિત ચાર ડેમમાં 0.10 ફૂટથી પોણો ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે, ત્યારે આદ ડેમ ઉપર પાંચ મીમીથી દોઢ ઇંચ સુથી વરસાદ નોંધાયો છે. વિશેષમાં ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આજી-3માં 0.13 ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ-2માં 36 ફૂટ, મચ્છુ -3માં સુરેન્દ્રનગર જિલ્લામાં ફલકુ ડેમમાં અડધી ફૂટ ને વાંસલ ડેમમાં પણાં ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે.
આ સાઈટ પર વધુ વરસાદ
આ ઉપરાંત અમુક સાઇટ ઉપર વરસાદ નોંધાયોછે. જેમાં રાજકોટ જિલ્લામાં ખોડા પીપર ડેમ ઉપર પાંચ મીમી, છાપરવાડી-1 ડેમ ઉપર પાંચ મીમી, મચ્છુ-3 ઉપર ચાર મિમી, જામનગર જિલ્લામાં રાપડા ડેમ ઉપર સવા ઇંચ, વિજરખી ઉપર 19 મીમી, રંગમની ઉપર 5 મીમી, કંકાવટી ઉપર 5 મીમી, પાયેલ જૈમ ઉપર દોઢ ઇંચ, વઢવાણ ભોગાવો-2 ( ઘોઘા) ડેમ ઉપર 65 મીમી અને વરાય ઉમ ઉપર 15 મીમી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે રાજકોટ આસપાસના જળાશયમાં નવા નીરની આવક થતા સ્થાનિકોને મોટી રાહત થઈ છે. આવનારા દિવસોમાં હજુ વધારે વરસાદ પડશે આ નીરની સપાટી વધશે અને પાણીમાં મોટી રાહત અનુભવાશે.
ખેડૂતોને થશે રાહત
રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના આઠ ડેમ પર પાંચ મીમીથી દોઢ ઈંચ સુધીનો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારે અને મોડી રાત્રે ભેજનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં આ વર્ષે ગત વર્ષની તુલનાએ વરસાદ ઓછો પડી રહ્યો છે. આગામી સમયમાં વરસાદ પડશે તો ખેડૂતોને મોટી રાહત થશે. વાવણીનું જે કામ શરૂ થયું હતું એમાં મેઘમહેર થશે તો ખરા અર્થમાં ખેડૂતોની ઉપજ ખીલી ઊઠશે.