Sun Jul 19 2026

Logo

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર, 'આર્ટિકલ 370' અંતર્ગત યામી ગૌતમે મારી લીધી બાજી

2026-07-18 20:01:53
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સૂચના તથા પ્રસારણ મંત્રાલયે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું એલાન કરી દીધું છે. એટલું જ નહીં આ વર્ષે કોને એવોર્ડ મળશે એ વિગત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે. બેસ્ટ ફિલ્મ ક્રિટિક એવોર્ડ સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવ્યો છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, 'આર્ટિકલ 370' ફિલ્મને પણ એવોર્ડ મળવાનો છે. આદિત્ય ધર ફરીવાર આ ફિલ્મથી ચર્ચામાં રહે એવી પૂરી શક્યતા છે. અરવિંદ સ્વામી અને કાર્તિ સ્ટારર ફિલ્મ 'મીયાઝગન'  ને સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. ધનુષની 'કેપ્ટન મિલર' ને પણ સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. 

ધનુષને મળશે મોટો એવોર્ડ

'કેપ્ટન મિલર' માટેનો એવોર્ડ ધનુષને મળશે. 'ઈમ્બુ' ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. શિવધ્વજ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેલુગુ ભાષામાં છે. શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મનો એવોર્ડ દિનેશ પી. ભોંસલે દ્વારા દિગ્દર્શિત 'ધોલી' ને મળ્યો. શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મનો એવોર્ડ 'કમિટી કુરોલુ' ને મળ્યો છે. ધનુષ દ્વારા દિગ્દર્શિત 'રાયન' ને શ્રેષ્ઠ તમિલ ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. બોલિવૂડના સફળ એક્ટર રાજકુમાર રાવને પણ 'શ્રીકાંત' ફિલ્મ અંતર્ગત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ તરીકે આ ફિલ્મની પસંદગી થઈ છે. તુષાર હિરચંદાનીએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું. જેમાં રાજકુમાર રાવ લીડ રોલ પ્લે કરી રહ્યો હતો. 

કેટેગરી આધારિત વિવિધ એવોર્ડ

શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ તરીકે 'રામ-નામી' (હિન્દી)ની પસંદગી કરવામાં આવી છે.  શ્રેષ્ઠ કલા/સંસ્કૃતિ ફિલ્મ (નોન-ફીચર) કેટેગરીમાં  'મૈં નિદા' (હિન્દી)ની પસંદગી થઈ છે.  શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મ સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મનો એવોર્ડ 'પિપ્લાન્ટ્રી: અ ટેલ ઓફ ઇકો-ફેમિનિઝમ'ને અપાયો છે.

 શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ તરીકે નોન-ફીચર શ્રેણીમાં શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મનો એવોર્ડ 'ટચ્ડ બાય વોટર' (સાઇલન્ટ) ને આપવામાં આવ્યો છે. તે જેબી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને જોશી બેનેડિક્ટ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી.નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ ડાયરેક્શનલ એવોર્ડ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા કા પ્રતીક'ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ તૈયાર કરવાનો શ્રેય આનંદ એલ રાયને જાય છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં મરાઠી ફિલ્મ 'હમસફર'ની પસંદગી કરવામાં આવી છે. 

બેસ્ટ એડિટિંગ

નોન-ફીચર ફિલ્મ શ્રેણીમાં, બેસ્ટ એડિટિંગનો પુરસ્કાર 'NDA' માટે એડિટર મનવીર જસરોટિયાને મળ્યો. દરમિયાન, શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનનો પુરસ્કાર 'બ્લુ' (તમિલ) માટે સાઉન્ડ ડિઝાઇનર ટીએસ હરિહર સુધનને આપવામાં આવ્યો. નોન-ફીચર ફિલ્મોમાં શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર 'લાઇફ ઇન લૂમ' (તમિલ, અંગ્રેજી, હિન્દી, આસામી અને બંગાળી) માટે એડમંડ રેન્સમને મળ્યો છે.

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન

નોન-ફીચર ફિલ્મ શ્રેણીમાં, શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શનનો પુરસ્કાર 'ઓન ધ ટ્રેઇલ 41 ડિગ્રી' (મરાઠી) માટે સંગીત નિર્દેશક શિવપાલ સિંહ કાંગને મળ્યો.

શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં, ફરાઝ અલીને નોન-ફીચર ફિલ્મ (2024) માટે શ્રેષ્ઠ સ્ક્રિપ્ટનો પુરસ્કાર મળ્યો છે. તેમને હિન્દી-કાશ્મીરી ટૂંકી ફિલ્મ 'ઓબુ'  માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રેષ્ઠ વાર્તાકાર/વોઇસ-ઓવર

નોન-ફીચર ફિલ્મોમાં શ્રેષ્ઠ વાર્તાકાર/વોઇસ-ઓવરનો એવોર્ડ સૌંદર્યા છાયાચંદ્રનને 'લિટલ પ્લેનેટ - અ ટેલ ઓફ ફ્રોગ્સ' (અંગ્રેજી) માટે મળ્યો.

શ્રેષ્ઠ લેખન

સંજીવ શ્રીવાસ્તવને 'બેસ્ટ રાઇટિંગ ઓન સિનેમા' શ્રેણી હેઠળ શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો એવોર્ડ મળ્યો. નોન-ફીચર ફિલ્મ શ્રેણીમાં, જૈમિન મોદી અને લોકેશ ઘાઈ દ્વારા દિગ્દર્શિત 'ચોલા દોરા ઔર સુઈ' (હિન્દી) ને સ્પેશિયલ મેન્શન આપવામાં આવ્યું. બીજો સ્પેશિયલ મેન્શન આનંદ જ્યોતિ દ્વારા દિગ્દર્શિત 'ભદ્ર કાલી નાટકમ' (મલયાલમ) ને મળ્યો છે.

શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ (મનોરંજન) - 'કલ્કી 2898 એડી' (તેલુગુ)

દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ - 'સ્વતંત્ર વીર સાવરકર' - રણદીપ હુડા

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - 'આર્ટિકલ 370'

ફીચર ફિલ્મો માટે પુરસ્કારો

શ્રેષ્ઠ તુલુ ફિલ્મ - 'ઇમ્બુ (તુલુ)'

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - 'કમિટી કુરોલુ'

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - 'રાયન'

શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ - 'લહરી'

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - 'મુક્કુમ પોસ્ટ બોમ્બીલવાલી'

શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ - 'સુનિતા'

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - 'ફેમિનિચી ફાતિમા'

શ્રેષ્ઠ કોંકણી ફિલ્મ - 'મોગ આસુમ'

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 'મિથ્યા'

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - 'શ્રીકાંત'

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - 'મારન'

જોકે, જ્યુરી ચર્ચા-વિચારણા હજુ ચાલુ હોવાથી જાહેરાત લગભગ બે અઠવાડિયા મોડી પડી હતી. નોંધનીય છે કે, આ પુરસ્કારો 1 જાન્યુઆરી, 2024 અને 31 ડિસેમ્બર, 2024 વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મોને સન્માનિત કરે છે. આ વર્ષના વિજેતાઓની પસંદગી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જયરાજની આગેવાની હેઠળની 11 સભ્યોની જ્યુરી દ્વારા કરવામાં આવી હતી. જ્યુરીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને તેમની ભલામણો સબમિટ કરતા પહેલા દેશભરમાંથી એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યું.