Sun Apr 12 2026

Logo

સારા તેંડુલકરે કોને કહ્યું, મેં તને મારું દિલ આપ્યું છે, પ્લીઝ... સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ...

2026-03-13 18:22:26
Author: Darshana Visaria
Article Image

Sara Tendulkar


ક્રિકેટના ગોડ ગણાતા સચિન તેંડુલકરના ઘર-આંગણે હાલમાં જ રંગેચંગે દીકરા અર્જુન તેંડુલકરનો લગ્નપ્રસંગ ઉજવાયો. આ ઈવેન્ટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર અર્જુન તેંડુલકરની બહેન અને સચિનની લાડકવાયી દીકરી સારા તેંડુલકરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા તેંડુલકર ભાભી સાનિયા ચંડોકને કહેતી જોવા મળે છે કે મેં મારું દિલ તને સોંપ્યું છે પ્લીઝ એનું ધ્યાન રાખજે...  ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ... 

તેંડુલકર પરિવારમાં હાલમાં ખુશહાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગેતંગે અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્ન લેવાયા. આ લગ્નમાં અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી અને સોશિયલ મીડિયા પર તો હજી સુધી આ લગ્નના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક વીડિયોએ નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. આ વીડિયો છે અર્જુનની મોટી બહેન સારા તેંડુલકરનો, જેણે પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાઈ માટે એક એવી સ્પીચ આપી કે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mamaraazzi (@mamaraazzi)


વાયરલ થઈ રહેલા વીડિયોમાં સારા તેંડુલકર ખૂબ જ સુંદર એથનિક આઉટફિટમાં સજ્જ જોવા મળી રહી છે. સ્પીચની શરૂઆતમાં જ સારાએ કહ્યું કે, સાનિયા સંબંધમાં તો તું મારી ભાભી છે, પણ મારા માટે તું મારા માટે એક એવી બહેન જેવી છે જેની મેં હંમેશાથી કલ્પના કરી હતી. તું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો છે અને પરિવારમાં બધા જ તને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ તેમ છતાં હું તને કહેવા માંગુ છું કે મેં તને મારું દિલ સોંપ્યું છે. તું પ્લીઝ એ દિલનું ધ્યાન રાખજે, એની સંભાળ લેજે. અમે પણ તારું એટલું જ ધ્યાન રાખીશું. 

આ સિવાય એક બીજા વીડિયોમાં પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા તેંડુલકર એવું કહેતી પણ સાંભળવા મળી રહી છે કે મને વિશ્વાસ નથી આવતો કે મારો નાનો ભાઈ, જેની સાથે હું રમીને મોટી થઈ છું, તે હવે પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો છે. આટલું બોલતા જ સારાનો અવાજ ભીનો થઈ ગયો હતો.

સારાએ પોતાની સ્પીચમાં અર્જુનના ક્રિકેટ પ્રત્યેના ઝનુન અને તેના નમ્ર સ્વભાવના વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે અર્જુન માત્ર તેનો ભાઈ જ નહીં, પણ તેનો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે ભાઈ-બહેનનો પ્રેમ આવો જ હોવો જોઈએ.


ઈન્સ્ટાગ્રામ પર આ રીલ વાયરલ થતાંની સાથે જ સચિન તેંડુલકરના ફેન્સ અર્જુન અને સાનિયા પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સારાની સાદગી અને તેના શબ્દોમાં રહેલી સચ્ચાઈના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં સચિન અને અંજલિ તેંડુલકર પણ ભાવુક થયેલા જોવા મળી રહ્યા છે. તમે પણ સારાનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...