Sat Apr 25 2026

Logo

બાહુબલી Vs દબંગ: વર્ષ 2027માં ઈન્ડિયન ફિલ્મના ઈતિહાસનો થશે સૌથી મોટો ક્લેશ! નેટવર્થમાં સલમાન કે પ્રભાસ કોણ છે આગળ...

2026-04-25 17:14:16
Author: Darshana Visaria
Article Image

2026નું વર્ષ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ધમાકેદાર સાબિત થઈ રહ્યું છે, પરંતુ રિયલ રોમાંચ તો 2027માં જોવા મળશે. 2027માં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે સૌથી મોટા સુપરસ્ટાર એટલે કે સલમાન ખાન અને સાઉથના સુપર સ્ટાર પ્રભાસ બોક્સ ઓફિસ પર આમને-સામને ટકરાવા જઈ રહ્યા છે. 2027ની ઈદ પર સલમાન અને પ્રભાસની ફિલ્મ રીલિઝ થઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ કે સલમાન કે પ્રભાસ બંનેમાંથી કોણ વધું ધનવાન છે અને કોની નેટવર્થ વધારે છે...

રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો 2027માં ઈદ પર સલમાન ખાનની એક્શન ફિલ્મ રીલિઝ થઈ રહી છે અને એ જ અરસામાં સાઉથના સુપર સ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્પિરિટ' પણ રીલિઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ પર 2027નું સૌથી મોટું ક્લેશ માનવામાં આવી રહ્યું છે. 

માર્ચ 2027માં ઈદના પર બોક્સ ઓફિસ પર ભૂકંપ આવવાની તૈયારી છે. એક તરફ 'ભાઈજાન' પોતાનો ગઢ સાચવવા તૈયાર છે, તો બીજી તરફ સાઉથના 'બાહુબલી' પણ પડકાર ફેંકશે. સલમાન ખાનની આગામી ફિલ્મ:સલમાન ખાન અત્યારે ડિરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથેની એક્શન ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સામે નયનતારા જોવા મળશે. 

હાલમાં જ ફિલ્મના સેટ પરથી સલમાનની દબંગ એન્ટ્રીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાત કરીએ પ્રભાસની 'સ્પિરિટ' વિશે તો ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ પાંચમી માર્ચ 2027ના રોજ રિલીઝ થઈ શકે છે, જેના થોડા દિવસો બાદ જ એટલે કે નવમી માર્ચના રોજ ઈદ હોવાથી સલમાનની ફિલ્મ પણ આવશે. આમ, બંને સ્ટાર્સ વચ્ચે જોરદાર ટક્કર નક્કી છે. 

સલમાન ખાન અને પ્રભાસની નેટવર્થ વિશે તો સલમાન ખાનની નેટવર્થ 2900 કરોડ રૂપિયા છે જ્યારે પ્રભાસની નેટવર્થ રૂપિયા 241 કરોડ રૂપિયા છે. આ સિવાય વાત કરીએ સલમાન અને પ્રભાસની ફી વિશે તો સલમાન અને પ્રભાસ બંને એક ફિલ્મ માટે 100થી 150 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. ટૂંકમાં સલમાન ખાન નેટવર્થની બાબતમાં પ્રભાસ કરતા ખૂબ જ આગળ છે. 60 વર્ષની ઉંમરે પણ સલમાન ખાન બોલીવૂડના સૌથી ધનવાન એક્ટરમાંથી એક છે.