મોસ્કોઃ દુનિયાના સૌથી મોટા દેશની વાત કરવામાં આવે ત્યારે રશિયાનું નામ પહેલા આવે છે અને અનોખ નિયમોની વાત કરવામાં આવે તો પણ રશિયા આ યાદીમાં પહેલા ક્રમે છે. રશિયામાં એક એવો નિયમ છે કે, કોઈ વ્યક્તિ પોતાનું વ્હિકલ ધૂળવાળું કે ગંદુ રાખે છે તો તેને મસમોટો દંડ ભરવો પડે છે. ટાયરના નિશાન રસ્તા પર પડે એવા ગંદા ટાયર હોય તો પણ રશિયાની સરકાર ગંદકી કરવા બદલ દંડ વસૂલે કરે છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી પડી રહેલી કારને સાફ કર્યા વગર વાપરશો તો પણ રશિયાની સરકાર દંડ લેવા માટે પકડી લેશે. પણ હવે રશિયામાં ચોક્કસ પ્રકારના અંડરગાર્મેન્ટ પર પ્રતિબંધ લાગુ થયો છે. જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે.
હકીકત આવી છે
આ કોઈ ફેશન સાથે જોડાયેલો મુદ્દો નથી પણ વ્યક્તિની હેલ્થ સાથે જોડાયેલો આખો વિષય છે. એવું રશિયાની સરકારે સ્પષ્ટ મૂક્યું છે. તમામ અંડરગાર્મેન્ટ વાત નથી પણ ચોક્કસ પ્રકારના અંડરગાર્મેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયા, બેલારૂસ અને કઝાકિસ્તાને વર્ષ 2013માં કેટલાક ખાસ પ્રકારના અંડરગાર્મેન્ટ પર બ્રેક લગાવી દીધી હતી.
પ્રાથમિક માહિતીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દેશમાં લેસી અંડરગાર્મેન્ટ પર બ્રેક લગાવી દેવામાં આવી છે. બારીક, ઝાળીવાળા અને ડિઝાઈનવાળા અંડરગાર્મેન્ટ પર પ્રતિબંધ છે. પણ પછી યુરેશિયન ઈકોનોમી કમિશને સ્પષ્ટતા કરી કે લેસ અથવા સિન્થેટિક અંડરગાર્મેન્ટ પર ડાયરેક્ટ પ્રતિબંધ નથી. પ્રતિબંધ એવા અંડરગાર્મેન્ટ પર છે જે હાઈગ્રોસ્કોપિસિટીના માપદંડને પૂરા કરતા નથી.
હાઈગ્રોસ્કોપિસિટી એટલે શું?
આનો અર્થ એવો થાય છે કે, કયું કપડું કેટલો પરસેવો શોષી લે છે? આ માટે સરકારે કેટલાક માપદંડ નક્કી કરીને રાખ્યા છે. જે પરસેવોમાં હાઈગ્રોસ્કોપિસિટીના 6 ટકા પણ માપદંડ પૂરા થતા ન હોય એને વેચી શકાતા નથી. ઉપયોગમાં લઈ શકાતા નથી. સામાન્ય ભાષામાં સમજીએ તો કોઈ અંડરગાર્મેન્ટ પરસેવો શોષી લેવાની ક્ષમતા 6 ટકાથી પણ ઓછી હોય તેને વેચી શકાય નહીં. જ્યાં વેચાતું નથી ત્યાં પહેરવાનો કોઈ પ્રશ્ન નથી.
બે જોડી અન્ડરવેરનો વિચાર કરો. એક સંપૂર્ણપણે નાયલોનનું બનેલું છે. તે પરસેવો બિલકુલ શોષી લેશે નહીં, જેના કારણે ત્વચા ભીની જ રહેશે. આનાથી ચીકણાપણું, બળતરા અથવા બેક્ટેરિયાના વિકાસનું જોખમ વધી શકે છે. તેનાથી વિપરીત, કોટનનું અસ્તર અથવા પરસેવો શોષક ફેબ્રિક ધરાવતી જોડી ત્વચાને સૂકી રાખે છે અને આરામ ફીલ કરાવે છે.પરિણામે, ફક્ત પરસેવો શોષક કપડાને જ વેચાણ માટે મંજૂરી છે.
આ જ અંડરવેર વેચી શકાય છે
ઓછામાં ઓછા 6 ટકા ભેજ શોષી શકે તેવા અંડરવેર જ વેચી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ ધોરણને પૂર્ણ કરવા માટે લેબ ટેસ્ટ દરમિયાન કપડાએ ઓછામાં ઓછા 6 ટકા ભેજ શોષવાની ક્ષમતા દર્શાવવી આવશ્યક છે. 100 ટકા કપાસમાંથી બનેલા અંડરવેર અને બ્રા તેમ જ કોટન-સિન્થેટિક મિશ્રણો (જેમ કે કોટન-પોલિએસ્ટર અથવા કોટન-નાયલોન)માંથી બનેલા અંડરવેર અહીં વેચી શકાય છે. લેસ ધરાવતી બ્રા અને પેન્ટી પણ માન્ય છે, જો કે તેમાં ચોક્કસ ડિઝાઇન તત્વો અથવા કોટનનું અસ્તર (ગસેટ) હોય અને પરસેવો શોષે (હાઇગ્રોસ્કોપીસીટી) એ માટે સ્થાપિત ધોરણોને પૂર્ણ કરે.