Sat Jul 18 2026

Logo

રોહિત શર્માના માતા-પિતા લંડન પહોંચ્યા, નિવૃત્તિની સંભાવના મજબૂત બની

London   2026-07-17 16:17:00
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ રહ્યો છે એવી અટકળ વચ્ચે તેના મમ્મી-પપ્પા લંડન પહોંચ્યા હોવાથી રિટાયરમેન્ટની સંભાવના વધુ મજબૂત બની છે.

રવિવાર, 19મી જુલાઈએ લંડનના લૉર્ડ્સમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે શ્રેણીની આખરી વન-ડે (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ) રમાશે અને આ મૅચ રોહિત (Rohit)ની ઇન્ટરનૅશનલ કરીઅરની આખરી મૅચ હોઈ શકે એવી શક્યતા છે.

કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકરે રોહિત શર્માને સંકેત આપી દીધો છે કે ટીમ મૅનેજમેન્ટ તેને હવે તેનો વિકલ્પ જોઈ રહ્યા છે અને 2027ના વન-ડે વર્લ્ડ કપમાં તેના સ્થાને કોઈ યુવાન ખેલાડીને મોકો આપવા વિચારે છે.

રોહિત શર્મા કે બીસીસીઆઇ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પણ રોહિતના પૅરેન્ટ્સ લંડન પહોંચી ગયા હોવાથી રોહિતની નિવૃત્ત (RETIREMENT)ની સંભાવના મજબૂત થઈ ગઈ છે. તેનું હાલમાં જે ફૉર્મ છે એ ટીમ મૅનેજમેન્ટ માટે સૌથી મોટી ચિંતા છે.

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે પણ આવું બન્યું હતું. 2026ની આઇપીએલ બાદ તેને જણાવી દેવાયું હતું કે 2027ના વર્લ્ડ કપની યોજનામાં તેને સામેલ નથી કરવામાં આવી રહ્યો. ત્યારથી તેને વન-ડે ટીમમાં નથી સમાવવામાં આવ્યો.